HomeGujaratદુનિયાના અનેક દેશો મહામારીથી બચવા ટ્રેડિશનલ હર્બલ સિસ્ટમ ઉપર ભાર આપે છે,...

દુનિયાના અનેક દેશો મહામારીથી બચવા ટ્રેડિશનલ હર્બલ સિસ્ટમ ઉપર ભાર આપે છે, PM મોદીનું જામનગરમાં સંબોધન

જામનગર નજીક નિર્માણ પામનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશ્નલ મેડિસિનનો વડાપ્રધાન મોદીએ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે મહામારીથી બચવા માટે દુનિયાના અનેક દેશ ટ્રેડિશનલ હર્બલ સિસ્ટમ ઉપર ભાર મુકી રહ્યાં છે. આ તકે, WHOના ડાયરેક્ટર જનરલ અને મોરેશિયસના વડાપ્રધાન પણ હાજર રહ્યાં હતાં.

જામનગરના ગોરધનપર પાસે નિર્મા્ણ પામનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશ્નલ મેડિસિન(GCTM)નો વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, WHOએ આ સેન્ટરના રૂપમાં ભારત સાથે નવી પાર્ટનરશીપ કરી છે. આ સેન્ટર આવનારા 25 વર્ષ માટે વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિન યુગનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ સાથે મારો પરિચય જૂનો છે. ભારત પ્રતિ લગાવ છે તે આજે એક સંસ્થાના રૂપમાં પ્રગટ થઈ રહ્યો છે. ડો. ટેડ્રોસને વિશ્વાસ અપાવું છું કે, તમે ભારતને જવાબદારી આપી છે તે તમારી આશા અને અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું. GCTM એક એવું પ્લેટફોર્મ બનવું જોઈએ જ્યાં વિશ્વના પારંપરિક ચિક્ત્સા પદ્ધતિના એક્સપર્ટ એકસાથે આવે અને પોતાના અનુભવ વર્ણવે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વનાં તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઊભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથક્કરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે. એ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW