મોરબીમાં સતત વધી રહેલા વાહન ચોરીના બનાવ વચ્ચે મોરબી એ ડીવીઝન પોલીસે બાઈક તેમજ રીક્ષા ચોરીનો ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.આ અંગેની મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ આશીફ્ભાઈ રાઉમા તેમજ ચકુભાઈ કરોતરા ને બાતમી મળી હતી કે રવાપર ઘુનડા રોડ તરફ જતી રીક્ષા શંકાસ્પ્દ હોય અને તેની પાસે રીક્ષાના કોઈ કાગળ ન હોય અને ચોરાઉ હોવાની આશંકા છે આ બાતમીના આધારે એ ડીવીઝન પીઆઈ એમ પી પંડ્યા અને સ્ટાફે બાતમીવાળા સ્થળ પર વોચ ગોઠવી હતી અને જીજે .36 યુ 3735 નંબરની રીક્ષાની આરસી બૂક તપાસ માટે માગી હતી જોકે તેની પાસે રીક્ષા અંગેના કોઈ પણ દસ્તાવેજ ન હોવાથી પોકેટ કોપ એપ્લીકેશનમાં તપાસ કરતા રીક્ષા ચોરાઉ હોવાનું બહાર આવ્યું હતું જે બાદ પોલીસે રીક્ષા ચાલક હળવદના વતની અને કાલિકા પ્લોટમાં શેરી નંબર 2 માં રહેતા બાદશાહ ઉર્ફે ભૂરો રમજાન શામદારને ઝડપી લીધો હતો અને તેની આગવી ઢબે પૂછપરછ કરતા રીક્ષા ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું. આરોપીની વધુ પૂછપરછ કરતા માત્ર રિક્ષા જ નહીં 7 જેટલા બાઈક પણ ચોરી કર્યાની કબૂલાત કરી હતી જે બાદ પોલીસે તમામ ચોરાઉ બાઈક જપ્ત કર્યા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા શખ્સ દ્વારા મોરબી સિટી પોલીસ મથક વિસ્તારમાંથી 7 મોટર સાઇકલ અને ધ્રોલ પોલીસ મથક વિસ્તારમાંથી રિક્ષા ચોરી કર્યા ઇ કબૂલાત કરી હતી.અગાઉ હળવદ પોલીસ મથક અને રાજકોટ સિટી પોલીસ મથક વિસ્તારમાં પણ ચોરીના ગુનામાં અને વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદે હથિયાર સાથે પકડાયો હોવાં સહિતના ગુનામાં સંડોવણી હોવાનું ખુલ્યું છે.

