HomeGujaratCentral Gujaratજિ.પંચાયત આયોજિત 30 મી આંતર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, જાણો કોણ વિનર

જિ.પંચાયત આયોજિત 30 મી આંતર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, જાણો કોણ વિનર

ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ અને રીક્રિએશન કલબના ઉપક્રમે અમદાવાદ જિલ્લા પંચાયત આયોજિત 30 મી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લા પંચાયતની ટીમ વિજેતા થઈ હતી. આ ટુર્નામેન્ટ અંતર્ગત જુદી જુદી ગેમના મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ અને ચેસ જેવી રમતનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 30મી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્દઘાટન સમારંભ યોજાયો હતો. આ સાથે રાજ્યના જિલ્લા પંચાયતોના મહિલા તથા દિવ્યાંગ કર્મચારીઓની ચેસ, કેરમ, બેડમિન્ટન, ગોળ ફેંક અને ટેબલ ટેનિસ જેવી રમતો રમાઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ પ્રથમ મેચમાં ખેડા જિલ્લા પંચાયત સામે 6 વિકેટે વિજય થયો હતો. ખેડાએ પ્રથમ દાવ લેતા 20 ઓવરમાં 112 રન કાર્ય હતા. સુરેન્દ્રનગરના કેપ્ટાન મયૂરધ્વજસિંહ ઝાલાએ સળંગ 4 બોલમાં 4 વિકેટ ખેડવી 5 વિકેટ લઇ મેન ઓફ ધ મેચ રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બીજી મેચ જુમગઢ પંચાયત સામે રમાયેલ જે સુરેન્દ્રનગરે 1 વિકેટે જીતી લીધી હતી. જૂનાગઢે 149 રનનો ટાર્ગેટ આપેલ જે સુરેન્દ્રનગર પંચાયત 9 વિકેટ ગુમાવી ચેઝ કરી લીધેલ. આમ અબ્બાસ કુરેશીના 53 રન તથા ભરત પટેલના 41 રન મુખ્ય હતા. સુરેન્દ્રનગરના અબ્બાસ કુરેશી મેન ઓફ ધ મેચ રહ્યા હતા.

મહિલા તથા દિવ્યાંગની મેચનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આવેલી ટીમે રાજ્યમાં 1000 ઝાડ રોપવાનો સંકલ્પ કર્યો હતો. SGVP ગ્રાઉન્ટ ખાતે રમાયેલી મેચમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત ઉચ્ચ અધિકારી વિપુલ મિત્રા, જિલ્લા ક્લેક્ટર સંદીપ કુમાર તથા DDO સુનિલ ધામેલિયાએ ખાસ હાજરી આપી હતી. અમદાવાદના કલેક્ટર, વિકાસ કમિશનર અને અમદાવાદના ડીડીઓ ઉપસ્થિત રહ્યા હતા.DDO સુનિલ ધામેલિયાએ સમગ્ર સમારોહનું સમાપન કર્યું હતું.ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW