HomeGujaratમોરબીના ન્યુ પેલેસની પાછળ ભાગે આવેલ જાળીઝાખરમાં આગ

મોરબીના ન્યુ પેલેસની પાછળ ભાગે આવેલ જાળીઝાખરમાં આગ

મોરબીના રાજવી પરિવારના મહેલ એવા ન્યુ પેલેસના પાછળના ભાગે આવેલ જાળી ઝાંખરામાં રવિવારે સાંજના સમયે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી.ગણતરીની મીનીટોમાં આગે મોટું સ્વરૂપ લઇ લીધું હતું અને આસપાસના વિસ્તારમાં પણ પ્રસરવા લાગી હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો સાંજે લાગેલી આગ રાત્રે 8 વાગ્યા સુધી ઘગધગતી હોવાથી આસપાસના વિસ્તારમાં પણ લોકોમાં ફફડાટ ફેલાયો હતો ફાયરની ટીમે મહા મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકી હતી આ વિસ્તારમાં અચાનક આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ કારણ સામે આવ્યું ન હતું પરંતુ તડકાના કારણે અથવા કોઈ ટીખળખોરના કારસ્તાનથી આગ લાગી હોવાની સંભાવના સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW