રાજકોટમાં જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, જેમને શિક્ષણ સારૂ ન લાગે તેમણે ગુજરાત છોડીને જતા રહેવું જોઈએ. ગાંધીનગરમાં જઈને જીત વાઘાણીનું વલણ ફરી ગયેલું જોવા મળ્યું હતું. વાઘાણીએ કહ્યું કે, મીડિયાએ મારી વાતનો ખોટો સંદર્ભ લીધો. ટુકડે ટુકડે રજૂ કર્યું. ગુરૂવારે 24 કલાકમાં જ શિક્ષણમંત્રી હાથ જોડીને ઊભા રહી ગયા હતા. એક પત્રકાર પરિષદ યોજીને આકરા મિજાજમાંથી મીઠાશ ભર્યા શબ્દો કહ્યા હતા. ગુજરાતની જનતાએ અમને 27 વર્ષથી આશીર્વાદ આપ્યા એટલે અમે એ મોકો ન જવા દઈએ. એવું પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
રાજકોટમાં હીટવેવના માહોલમાં જીતુ વાઘાણીને મિજાજ ગુમાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રજાના વિશ્વાસ અને વિકાસ માટે અમારે કોઈના પમ પ્રમાણપત્રની જરૂર નથી. ગુજરાતની પ્રજા અમારે માટે નતમસ્તક છે. એટલા માટે છેલ્લા 27 વર્ષથી આશીર્વાદ આપીને સેવાનો મોકો આપી રહી છે. અંધાધૂંધી ફેલાવનારા તત્વોને સહયોગ આપનારા તત્વો આજે ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છે. ગુજરાત વિરોધી માનસિક્તા ધરાવતા તત્વોને ગુજરાતમાં કોઇ સ્થાન નથી. કોંગ્રેસનું નામ લીધા વગર જીતુ વાઘાણીએ ટોણો માર્યો હતો કે, જ્યારે સર્જીકલ સ્ટ્રાઇક કરી ત્યારે પણ આવા તત્વોએ પુરાવા માંગીને પાકિસ્તાનની ભાષા ઉચ્ચારી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકાર શિક્ષણને વધુને વધુ પ્રાધાન્ય આપવા માટે તૈયાર છે. શાળાઓમાં ઓરડા બનાવવા આ વર્ષના બજેટમાં ખાસ જોગવાઇ છે. હાલમાં પણ નવા ઓરડા બનાવવાની કામગીરી ચાલું છે. જરૂર જણાય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગે કરી છે. સ્કૂલોમાં વર્ગખંડ નથી કે ઓરડા બેસવા લાયક નથી ત્યાં નજીકમાં ભાડેથી મકાને કે ઓરડા રાખવાની મંજૂરી આપી છે. જીતુ વાઘાણીએ ગુજરાતના શિક્ષણને લઈને આપેલા નિવેદન બાદ વિવાદ વધી ગયો છે. ઘણા રાજકીય આગેવાનોએ તેમના નિવેદનની ટિકા કરી છે. પછી તેમણે એક પત્રકાર પરિષદ યોજીને હાથ જોડી લીધા હતા.

મનીષ સીસોદીયાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, સપના જોવાનો બધાને અધિકાર છે. કોઈને તકલીફ પડે તો એવું કામ અમે નથી કરવા માંગતા. આજે સીએમ હાઉસ ખાતે માલધારી સમાજના આગેવાનો સાથે મીટીંગ થઈ છે. યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ વિષય પર આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાત છોડીને ક્યાંય જવાની જરુર નથી. 8 મહિના પછી ગુજરાતમાં આપની સરકાર બનશે. એ પછી દિલ્હી જેવી શાળાઓ ગુજરાતમાં બનશે. એટલું જ નહીં સારૂ શિક્ષણ પણ મળશે.

