મોરબીના બેલા ગામ નજીક આવેલા ખોખરાધામમાં બનેલ 108 ફૂટ ઉચી હનુમાનજીની પ્રતિમાના અનાવરણ તેમજ ગૌ મહિમા ધર્મસમા સાથે શુક્રવારથી રામ કથા નું આયોજન કરવામાં આવ્યું છે.આ કથા શુક્રવારથી શરૂ થશે.કથામાં પ્રથમ દિવસે બેલા ગામથી 3 હાથી, 51 ઘોડા સાથે પોથીયાત્રા તેમજ શોભા યાત્રા નીકળશે. અને ખોખરાધામ સુધી જશે. ખોખરાધામમા કનકેશ્વરી દેવીજીના મુખેથી રામકથાનું પઠન થશે અગામી તા.8થી 16 દરમિયાન અલગ અલગ ભકિતસભર કાર્યક્રમનું આયોજ્ન કરવામાં આવ્યું છે.

આ કથામાં રાજ્યમાં દેશભરના સાધુ સંતો અને રાજકીય આગેવાનો હાજરી આપવાના છે જેમાં તા 11ના રોજ સીએમ ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે તો હનુમાન જયંતિના દિવસે પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુલ હાજરી આપશે. આઉપરાંત કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર યુપીના હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાજ્યના અલગ અલગ વિભાગના મંત્રી તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,સાંસદ સહિતના રાજકીય મહાનુભાવ જોડાશે
કથા દરમિયાન મહા પ્રસાદ રાત્રીના ભકિત સભર કાર્યક્રમ ડાયરા તેમજ આરોગ્ય લક્ષી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે

