HomeGujaratધરણા પર ઊતરેલા તબીબો મોબાઈલ ટીંચતા હતા,70 પ્લાન્ડ સર્જરી ન થતા દર્દીઓની...

ધરણા પર ઊતરેલા તબીબો મોબાઈલ ટીંચતા હતા,70 પ્લાન્ડ સર્જરી ન થતા દર્દીઓની પીડા વધી

તબીબોની હડતાળનો ત્રીજો દિવસ છે. સતત ત્રણ દિવસ સુધી ચાલી રહેલી હડતાળને કારણે દર્દીઓની પીડા વધી ગઈ છે. રાજકોટમાં તબીબો ધરણા દરમિયાન ચક્ષુદાન અને અંગદાનનો સંકલ્પ પત્ર ભરી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. પીડીયુ મેડિકલ કોલેજના પટાંગણમાં તબીબો ધરણા પર બેઠાં હતા. આ ઉપરાંત સરકાર સામે બાંયો ચડાવી હતી. પણ ખાસ વાત એ છે કે, આ ધરણામાં તબીબો મોબાઈલ ટીંચતા હતા.

તબીબોની હડતાળને કારણે બે દિવસમાં 70 પ્લાન્ડ સર્જરીને મોટી બ્રેક લાગી ગઈ છે. જેના કારણે દર્દીઓની પીડામાં વધારો થયો છે. બીજી બાજું ઓપીડીના સમયે હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. દર્દીઓ કણસતી સ્થિતિમાં રઝળી પડ્યા છે. આ દર્દનાક ચિત્ર સરકાર મૂંગા મોઢે જોઈ રહી છે. હવે આ કણસતા દર્દીઓનું દર્દ કોણ સાંભળશે એ પ્રશ્ન ઊભો થયો છે. તબીબો એક જ જીદ પકડીને બેઠા છે કે, જ્યાં સુધી પડતર માંગણીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે. બીજી બાજુ સરકારને સિવિલ હોસ્પિટલનું ચિત્ર નજરે ચડતું નથી. જાણે સરકારની પ્રજાને પડી જ ન હોય એવું ચિત્ર સામે આવ્યું છે.

હડતાળ પર ઊતરેલા ડૉ..ઉમેદ પટેલે કહ્યું હતું કે, આજે હડતાળનો ત્રીજો દિવસ છે અને અમે દેહદાન અને ચક્ષુદાનના સંકલ્પપત્રો એક પ્રકારનો વિરોધ કરી રહ્યા છે. આ એક વિરોધ પ્રદર્શન છે. અમારી ઓપીડી, ઓપરેશન, મેડિકલ પરીક્ષાઓ સહિતનું કામ એકાએક બંધ છે. ચક્ષુદાન પણ મહત્વનું છે, અમારી આંખ કોઇ જરૂરિયાતમંદ દર્દીને મળશે. એટલે અમે આજે સંકલ્પપત્ર ભરી રહ્યા છીએ. સરકાર હવે સંવેદના દર્શાવે અને આ મુશ્કેલીનો નીવેડો આવે એવું અમે ઈચ્છીએ છીએ.

આ ઉપરાંત આવતીકાલે એટલે કે તા.7 એપ્રિલે પણ તબીબોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. તા.8 એપ્રિલના રોજ કાળા ડ્રેસ સાથે રેલી કાઢવામાં આવશે. એ પછી સિવિલ સુપ્રિટેન્ડેન્ટને સર્ટિફિકેટ પાછા આપવામાં આવશે. જે કોરોના વોરિયર તરીકે તબીબોને આપવામાં આવ્યા હતા. તા.9 અપ્રિલે કેમ્પસની સાફ-સફાઈ કરીને વિરોધ દર્શાવવામાં આવશે. ગઇકાલે ડોક્ટરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. તબીબોની હડતાળને પગલે હેરાન થવાનો વારો દર્દીઓનો આવ્યો છે. ખાસ કરીને ઓપીડી વિભાગ અને ઑપરેશન નક્કી થયા છે એ દર્દીઓનું દર્દ વધી ગયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW