HomeGujaratબોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રિસિપ્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, એક ઝડપાયો

બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રિસિપ્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, એક ઝડપાયો

રાજ્યમાં અત્યારે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જૂનાગઢમાં બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રિસિપ્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો છે. પોલીસે ડુપ્લીકેટ રિસિપ્ટ સાથે એક શખસની અટકાયત કરી છે. તેમજ કૌભાંડમાં સંડોવાયેલા રાજકોટના બે શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આ પરીક્ષામાં ગેરરીતિ આચરવાના કૌભાંડનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. અમુક લોકો ઓરીજનલમાંથી ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે જૂનાગઢમાં એક મકાનમાં છાપો મારીને બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ હતું.

પોલીસે સ્થળ પરથી અમુક વિદ્યાર્થીઓની અસલ તથા ઝેરોક્ષ રીસીપ્ટ, લેપટોપ, પ્રીન્ટર, મોબાઈલ અને ચાર્જર મળી કુલ 28 હજારના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી. તેમજ કૌભાંડમાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સો ફરાર થઈ ગયા હોય જેઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના દરોડામાં કૌભાંડ આચરનારા શખ્સો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2022 ની પરીક્ષાની પ્રવેશપત્ર માટેની રિસીપ્ટમાં અસલ વિદ્યાથીના ફોટાની જગ્યાએ અન્ય વ્યકિતના ફોટા વાળી ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવતા હોવાનું સામે આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW