HomeGujaratશિક્ષક છે કે શેતાન? ધો.7ના વોટ્સએપ ગ્રૂપમં શિક્ષકે એડલ્ટ વીડિયો પોસ્ટ કરી...

શિક્ષક છે કે શેતાન? ધો.7ના વોટ્સએપ ગ્રૂપમં શિક્ષકે એડલ્ટ વીડિયો પોસ્ટ કરી દીધો

નવસારીના જલાલપોરની એક ખાનગી શાળાના શિક્ષકે વોટ્સએપ ગ્રૂપમાં પોર્ન વીડિયો પોસ્ટ કરી દેતા ચકચાર મચી ગઈ છે. ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત મટિરિયલ્સ મેળવી શકાય એ માટે આવું એક ગ્રૂપ વોટ્સએપ પર તૈયાર કરવામાં આવ્યું હતું. જલાલપોરના ભાનુનગરની એસ્ટ્રલ ગ્લોબલ શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષક પુરુષોત્તમ ઉર્ફે પરેશ પુરોહિતે એક પોર્ન વીડિયો ગ્રૂપમાં પોસ્ટ કર્યો હતો. જેના કારણે વાલીઓમાં રોષ વ્યાપી ઊઠ્યો છે. શુક્રવારે રાત્રે અશ્લીલ વીડિયો અપલોડ કરતાં વિદ્યાર્થીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં ભાનુનગરમં આવેલી એસ્ટ્રલ ગ્લોબલ સ્કૂલના શિક્ષકે આ કૃત્ય કર્યું છે. ધો. 7ના વોટ્સએપ ગ્રૂપમાં આ પોર્ન વીડિયો તેણે પોસ્ટ કર્યો હતો. જેને જોઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓ પણ ચોંકી ગયા હતા. આ અંગે વિદ્યાર્થીઓએ પોતાના માતાપિતાને જાણે કરી હતી. વાલીઓએ રાત્રે પોસ્ટ કરેલા આ વીડિયો અંગે વહેલી સવારે 4 વાગ્યે સ્કૂલના આચાર્યને જાણ કરી હતી. એ સમયે આચાર્યએ આ શિક્ષણનો ઉધડો લેતા તેણે કહ્યું કે, મેં કંઈ પોસ્ટ કર્યું નથી. પછી બોલાચાલી કરી હતી. પછી શિક્ષકે એ પોસ્ટ ડીલીટ કરી નાંખી હતી. શિક્ષકની ગરિમા લજવાય એવો આ કિસ્સો રહ્યો છે. જિલ્લાના શિક્ષણ વિભાગે પણ શાળા પાસેથી જવાબ માગ્યો છે. વાલીઓ કહે છે કે, આ શિક્ષક સામે કડક પગલાં લેવા જોઈએ. તપાસ શરૂ થવી જોઈએ. શાળાના આચાર્યએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે, 15 દિવસ પહેલાં આ શિક્ષકને જ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પણ એની પાસે વોટ્સએપ ગ્રૂપ હતું. શાળાની કામગીરીમાં પણ તે અનિયમિત રહ્યો હતો. બાળકોને પણ યોગ્ય રીતે ભણાવતો ન હતો.

પછી એને શાળાના મેનેજમેન્ટ તરફથી તેને હાંકી કાઢવામાં આવ્યો હતો. સ્કૂલ સાથે બદલો લેવાની ભાવનાથી તેણે આવું કર્યું હોવાનું માનવામાં આવે છે. અત્યારે પરીક્ષા ચાલું હોવાથી બાળકો કોઈ વિષયમાં માહિતી અને મદદ મેળવી શકે એ માટે શિક્ષકને વ્હોટ્સએપ ગ્રુપમાં યથાવત રખાયા હતા. પણ પોર્ન વીડિયો મૂકતા તેને હવે આ ગ્રૂપમાંથી અને સ્કૂલમાંથી કાયમી ધોણે કાઢી મૂકાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW