રાજ્યમાં આગામી બે માસમાં સ્ક્રેપ પોલીસીની અમલવારી શરૂ થવાની છે. તે પહેલા જ વિધાનસભા સત્રમાં 15 વર્ષ કે તેની વધુ સમયથી નોંધાયેલા વાહનોનો ચોંકાવનારો આકડો આપ્યો હતો. જેમાં રાજ્યમાં 41, 20, 451 વાહનો જૂના છે. જેને સ્ક્રેપ પોલીસીની અમલવારી બાદ ભંગારમાં મોકલી દેવામાં આવશે.

રાજ્યમાં 70 પ્રકારના વાહનોની નોંધણી થાય છે. તેમાં કુલ 2 કરોડ 28 લાખ 64 હજાર 144 વાહનો નોંધાયેલ છે. નોંધાયેલા વાહનો પૈકી 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા વાહનોની સંખ્યા 41 લાખ 20 હજાર 451 છે. 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા હોય તેવા વાહનોમાં 26 લાખ 45 હજાર 959 મોટર સાયકલ, 6 લાખ 34 હજાર કાર, 1 લાખ 11 હજાર 552 ટ્રેક્ટર, 1 લાખ 43 હજાર 153 થ્રી વ્હીલર, 41 હજાર 827 થ્રી વ્હીલર ગુડ્સ અને 1 લાખ 76 હજાર 498 ટ્રકનો સમાવેશ થાય છે. 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલ વાહનોને સ્ક્રેપ કરવાની પોલીસી આગામી એકાદ મહિનામાં આવનાર છે. તે મુજબ 41 લાખ 20 હજાર 451 વાહનો સ્ક્રેપમાં જશે.

જો તમારી પાસે વાહન છે અને એ 15થી 20 વર્ષ જૂની થઈ ગઈ છે. તો એને ચોક્ક્સ સમયે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર અથવા રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીને સોંપવી પડશે. કાર ઓનરને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ઈન્શ્યોરન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પેન કાર્ડ, આધાર કાર્ડ પણ દર્શાવવાં પડશે. તમારી કાર સ્ક્રેપ કરતાં અમુક કેશ પણ આપવામાં આવશે. આ પોલિસી અંતર્ગત ગાડીને એની ઉંમર જોઈને જ સ્ક્રેપ નહીં કરાય, પરંતુ તેના ફિટનેસ સર્ટિફિકેટમાં જો એ અનફિટ સાબિત થશે તોપણ એને સ્ક્રેપ કરવામાં આવશે.

અમદાવાદમાં 2058166, વડોદરામાં 135443, રાજકોટમાં 736422, સુરતમાં 200673, કચ્છમાં 86607, નવસારીમાં 79582, અમરેલીમાં 64143, જામનગરમાં 73472, પાટણમાં 47601, પોરબંદરમાં 57475, બનાસકાંઠામાં 72262, ભાવનગરમાં 80354, ગાંધીનગરમાં 40972, જામનગરમાં 73472 વાહનો નોંધાયા છે. હવે આ તમામ વાહનો આગામી દિવસોમાં ભુક્કો કરાશે.

