HomeGujaratફતેપરાનું ચોંકાવનારૂ નિવેદન,મતદારો ઝુકાવે અને હરાવી શકે છે, ફરી ફાટાના એંધાણ

ફતેપરાનું ચોંકાવનારૂ નિવેદન,મતદારો ઝુકાવે અને હરાવી શકે છે, ફરી ફાટાના એંધાણ

વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકોટનું રાજકારણ ગરમાયું છે. રાજકોટની મુલાકાતે આવેલા પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કુંવરજીભાઈ વિશે બોલી નાંખ્યું છે. રાજકોટમાં કોળી સમાજનું સંમેલન થવાની છે એ પહેલા જ દેવજ ફતેપરા અને કુંવરજી બાવળીયાને એન્ટ્રી આપવામાં આવી નથી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા સમાજમાંથી કોઈને ટિકિટ મળે એવી માંગ કરવામાં આવશે.

દેવજી ફતેપરાએ ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી વધારે છે. અમે પણ સમાજના આગેવાન અને નેતા છીએ. અમારા સમાજના લોકો અમને પણ સવાલ કરતા હોય છે. આ આપણા સમાજનું મોટામાં મોટં મતદાન છે. સૌરાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 54 બેઠક છે. જેના પર કોળલી અને ઠાકોર સમાજના મત નિર્ણાયક મનાય રહ્યા છે. આ મતદારો ઝુકાવી અને હરાવી પણ શકે છે. આવનારા સમયમાં એ જાહેર કરવામાં આવશે કે, અમારા સમાજનો નિર્ણય શું છે એ.જ્યારે નરેશ પટેલ અંગે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે,આ એનો વ્યક્તિગત નિર્ણય છે. આ સવાલ તમારે એને પૂછો તો સારૂ.જે રીતે મુસ્લિમ સમાજ મતદાન કરે છે એ રીતે અમારો સમાજ પણ મતદાન કરે છે. મેં કુંવરજીભાઈ સાથે સમાધાન કર્યું નથી અને સમાધાન થાય એવું લાગતું પણ નથી, મારા સંમેલનમાં કુંવરજીભાઈ અને મહેન્દ્ર મુંજપરાને નો એન્ટ્રી આપવામાં આવી છે. હકીકત એવી પણ છે કે, બે દિવસ પહેલા રાજકોટમાં કોળી સમાજની એક મોટી બેઠક યોજાઈ હતી. જેમાં કુંવરજીભાઈ હાજર રહ્યા ન હતા. ફતેપરાએ ઉમેર્યું હતું કે, હાજર હતા કે ન હતા એની મને ખબર નથી. કુંવરજીભાઈ મારાથી દૂર રહે છે અને એ અંગે મને ન પૂછો તો જ સારૂ.

આ અંગે મારે કંઈ કહેવું નથી. આવનારા દિવસોમાં આ સંબંધીત બેઠકનો ધમધમાટ શરૂ થાય એવા પૂરા એંધાણ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં કોળી સમાજ મોટો છે. વર્ષ 2002 બાદ કોળી સમાજે કોંગ્રેસને અલવિદા કહી ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. હકીકત એવી પણ છે કે, ફતેપરા અને બાવળીયા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જે ચૂંટણી પહેલાના સમયમાં સપાટી પર આવી ગઈ છે. ખાસ કરીને જ્યારે ફતેપરા રાજકોટ આવ્યા છે ત્યારે ફરી કોઈ નવા જૂનીના એંધાણ વર્તાય રહ્યા છે. જોકે, રાજકીય લોબીમાંથી એવી પણ વિગત મળી છે કે, બંને વચ્ચે ફરી ફાટ મોટી થઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW