HomeGujaratગેની ઠાકોરની જનતા રેડ બાદ વાહન ચાલકે 17 લોકો સામે કરી ફરિયાદ

ગેની ઠાકોરની જનતા રેડ બાદ વાહન ચાલકે 17 લોકો સામે કરી ફરિયાદ

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શુક્રવારની મોડી રાત્રે કોતરવાડા પાસે દારૂથી ભરેલા વાહન પર જનતા રેડ કરી હતી. જેને લઈને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. દારૂ ભરીને આવેલા વાહન ચાલકે કુલ 17 લોકો સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. દારૂ ભરેલી પીકઅપ વાન નં. GJ.02.Z.0207માંથી દારૂની પેટી કાઢીને ઘા કરી દીધા હતા. ગેની બેન ઠાકોર સાથે અન્ય યુવાનો પણ હતા.

મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર તાતલુકાના પાંચલા ગામના વતની મનોજકુમાર રામલાલ રબારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જાંદલા ગામની સીમ પાસે કાર તથા બોલરો સહિત અન્ય વાહન લઈને આવેલા પ્રધાનજી અને બાલાજી સહિત કુલ 15 લોકોએ કારમાં અપહરણ કર્યું હતું. તેમજ ચાલકના ખિસ્સામાંથી રૂ. 3300 કાઢી લીધા. દારૂની બોટલ ફેંકી દીધી હતી.આ ઉપરાંત દારૂની પેટી જમીન પર પછાડીને ફોડી નાંખી હતી. આ ફરિયાને આધારે દીયોદર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ ચાલું કરી દીધી છે. ફરિયાદીએ કહ્યું હતું કે, મહિલા ધારાસભ્યે ત્યાં આવીને મને સાચી હકીકત કહેવા માટે કહ્યું હતું. એ પછી પોલીસ આવી હતી. પછી પીકઅપ વાન સહિત મુદ્દામાલ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. એક બાજું જનતા રેડ પાડનારને પોલીસ ગુનેગાર બનાવી રહી છે. ખૂટતી દારૂની બોટલ મંગાવી રહી છે. પણ ખરેખર આ કેવો કાયદો? એક બાજું પોલીસ પોતાની રીતે ‘વહીવટ’ કરે છે. પ્રક્રિયા કરે છે. બીજી બાજું દારૂ લઈને આવતા ચાલકની ફરિયાદ લઈને કાયદેસરના પગલાં લે છે.

ગેનીબેન ઠાકોરે એવું પણ ઉમેર્યું કે, આ કેસમાં એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જે સમાજને ક્રાઈમ કે દારૂ સાથે કોઈ પ્રકારનો લેવાદેવા નથી. જોકે, હકીકત એવી પણ સામે આવી છે કે, રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી સમયાંતરે રાજસ્થાનનનો લીકર સ્ટોક ઝડપાય છે. આ પહેલા અંબાજી પાસે આવેલા છીપરી નજીકથી પાલનપુર જવાના રસ્તેથી એક પીકઅપ વાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. દારૂબંધીનો કાયદો કાગળ પર હોય એવું ચિત્ર અનેક વખત સામે આવ્યું છે. એવામાં આ વખતે દારૂનો મુદ્દો વિધાનસભામાં પડઘાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW