HomeNationalInter Nationalમહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને 6 વિકેટે હરાવી પહોંચ્યુ સેમીફાઈનલમાં

મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને 6 વિકેટે હરાવી પહોંચ્યુ સેમીફાઈનલમાં

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે પરાજય આપ્યો છે. મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગમાં ઉતરેલી ભારતની ટીમે 50 ઓવરમાં 277 રન સાત વિકેટે બનાવ્યાં હતાં. જેમાં મિતાલી રાજે 68, યાસ્તિકા ભાટીયાએ 59 અને હરમનપ્રીત કૌરે અણનમ 57 રન બનાવીને ભારતને સન્માનજનક સ્કોર ઉપર પહોંચાડ્યું છે. બીજા દાવમાં ઉતરેલી ઓસ્ટ્રેલીયાની ટીમે 4 વિકેટે 280 રન બનાવીને મેચ જીતી લઈ સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ માટે કેપ્ટન મેગ લેનિંગે 97 રનની ઇનિંગ રમી હતી. તે સદીની નજીક આવ્યો અને કેચ આઉટ થયો. તેના સિવાય વિકેટકીપર એલિસા હિલીએ 72 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી પૂજા વસ્ત્રાકરે 2 વિકેટ લીધી હતી. મેઘના સિંઘ અને સ્નેહ રાણાએ 1-1થી સફળતા હાંસલ કરી હતી.

278 રનના રેકોર્ડ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ તેમની ટીમને સદીની શરુઆત અપાવી હતી. હંસ અને હિલીએ 121 રનની ભાગીદારી કરી હતી.

આ પછી કેપ્ટન મેગ લેનિંગ અને એલિસ પેરી વચ્ચે 103 રનની ભાગીદારી થઈ હતી. આ બંને ભાગીદારીએ ટીમને ખૂબ નજીક લાવી દીધી હતી.જોકે આ પછી વરસાદે મેચમાં સહેજ વિઘ્ન નાંખ્યું હતુ અને બાજી ભારત તરફ ખસી રહી હોય તેમ લાગતું હતુ. પૂજા વસ્ત્રાકરે એલિસા પેરીને આઉટ કરતાં ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. આ વિકેટ બાદ મેચ થોડી રોમાંચક રહી, પરંતુ ભારત પોતાની હારથી બચી શક્યું નહીં. ભારતને 49મી ઓવરમાં કેપ્ટન મેગ લેનિંગના રૂપમાં વધુ એક સફળતા મળી હતી, જે 97 રન બનાવી આઉટ થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW