HomeGujaratગેનીબેન ઠાકોરનો આક્રમક મુડ, બુટલેગરને રસ્તા વચ્ચે દબોચીને દારૂની પેટીના ઘા કર્યા

ગેનીબેન ઠાકોરનો આક્રમક મુડ, બુટલેગરને રસ્તા વચ્ચે દબોચીને દારૂની પેટીના ઘા કર્યા

આમ તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે. પરંતુ, કાયદો માત્ર કાગળ પર હોય એવું ચિત્ર સામે આવ્યું છે. દારૂબંધી હોવા છતા છૂટથી થતી દારૂની હેરાફેરી અનેક વખત ઝડપાઈ ચૂકી છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દારૂબંધી મામલે આકરા પાણીએ જોવા મળ્યા છે. એમનો આક્રમ મૂડ જોવા મળ્યો હતો. ગેનીબેને રાત્ર ત્રણ વાગ્યે જનતા રેડ કરીને ભાભરી કોતરવાડી કેનાલ પાસે દારીના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત દારૂની પેટીઓના પણ ઘા કરી નાંખ્યા હતા.

તા.15 માર્ચ બાદ વિધાનસભામાં બુટલેગરના નામ જાહેર થયા બાદ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બુટલેગરને ઉઘાડા પડવા માટે પગલાં ભર્યા હતા. રાત્રે ત્રણ વાગ્યાના સમયમાં તેઓ યુદ્ધ મેદાને ઊતર્યા હોય એમ કોતરવાડાની કેનાલ પરથી પીકઅપ વાનમાં આવતી ટ્રોલીમાં દારૂની પેટીઓ તોડવા ઊતરી પડ્યા હતા. મોટી માત્રામાં થતી દારૂની હેરાફેરી તેમણે ઝડપી પાડી હતી. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોરની સાથ કેટલાક યુવાનો પણ જોડાયા હતા. શાકભાજીના કેરેટમાં છુપાવેલી દારૂની પેટીને લઈને ઘા કરી દેવામાં આવી હતી. આ અંગેનો એક વીડિયો તૈયાર કરી ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના યુવાધનને જો કોઈ ખતમ કરવાનું વિચારશે તો આવી જ રીતે એને પાઠ ભણાવવાશે. તંત્ર અને પોલીસ સામે મસમોટા આરોપ મૂકતા કહ્યું કે, 15 માર્ચ 2022ના રોજ વિધાનસભામાં બુટલેગરના નામ જાહેર કર્યા હતા. પણ સરકાર તરફથી કોઈ પ્રકારના પગલાં લેવાયા નથી. જાણે જિલ્લા પોલીસ પણ બુટલેગર સાથે મળી ગઈ હોય. રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી દારૂની હેરાફેરી થતી હોવાની વાત જણાવીને ગેનીબેને દારૂની હેરફેર વધી ગઈ હોવાના દાવા કર્યા હતા. ગેનીબેને ઉમેર્યું કે, વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી કે, અમે પગલાં ભરીશું પણ લોલમલોલ ચાલી રહી છે.

પોલીસની મીઠી નજર હેઠળ બુટલેગર બેફામ બન્યા હોય એ રીતે, રાજ્યના મોટા માથાની રહેમીથતી બુટલેગરો બનાસકાંઠામાં આ રીતે દારૂ ઘુસાડે છે. હું રાજ્યના ગૃહમંત્રીને ફરીથી વિનંતી કરૂ છું કે, આવા બુટલેગરની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે. રાજ્યની અંદર જ આવા ઘણા છે. આવા લોકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવે. કાયદાકીય રીતે પગલાં લેવા હું વિનંતી કરૂ છું.
વિધાનસભામાં ગેનીબેને વિનુ સિંધી, ભાભર નગર પાલિકા સભ્યના પુત્ર ધવલસિંહ રાઠોડ, સંજુભા રાઠોડના નામનો ઉલ્લેખ કરીને બૂટલેગર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભાભર અને આજુબાજુના વિસ્તારોમાં દારૂ પહોંચાડવામાં આવે છે. ભાજપના સભ્યોના સંબંધીઓ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે. પણ ન તો પોલીસે કોઈ કામગીરી કરી ન તો ગૃહવિભાગે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW