HomeGujaratપંજાબમાં આમ આદમી પાર્ટી આગળ, જાણો ઈસુદાન ગઢવીએ શું કહ્યું આ મુદ્દે

પંજાબમાં આમ આદમી પાર્ટી આગળ, જાણો ઈસુદાન ગઢવીએ શું કહ્યું આ મુદ્દે

પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામ ગુરૂવારે જાહેર થયા છે. સવારથી જ પાંચેય રાજ્યમાં રાજકીય માહોલ જોવા મળી રહ્યો હતો. એવામાં પંજાબમાં ભાજપના સુપડાસાફ થઈ ગયા છે. પંજાબની પ્રજાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એ પરિણામમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વલણને જોતા આમ આદમી પાર્ટીનું ઝાડું ચાલ્યું છે. 89 બેઠકથી આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસનો પણ સફાયો થઈ ગયો છે.

આ પરિણામ સામે આવતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય માણસના સપનાની આ જીત છે. દેશના આમ આદમીમાં એક ખૂબ જ મોટી તાકાત છે. પરિવર્તન એ જ લાવી શકે છે. આ વાત આજની જીત પર સાબિત થઈ ગયું છે. પંજાબની પ્રજાએ વોટ નહીં આમ આદમી પાર્ટીને એક મોકો આપ્યો છે. અમને પૂરો વિશ્વાસ છે કે, આમ આદમી પાર્ટી ત્યા ખૂબ જ સારૂ કરીને રહેશે. આમ આદમી પાર્ટી એ મુદ્દાની રાજનીતિ કરે છે. કામ સિવાય અમને કંઈ આવડતું નથી. પંજાબની પ્રજાના ભાગ્ય ખૂલી ગયા છે. જેમણે પહેલી વખત આ ચાન્સ આપ્યો છે. આમ આદમી પાર્ટી ઈમાનદાર છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો છે ભગવત માન. એનું નેતૃત્વ પંજાબને મળવા માટે જઈ રહ્યું છે. આની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ગુજરાતની પ્રજાને પણ આમ આદમી જોઈએ છે. આ સરકાર આમ આદમીની છે. ખાસ આદમીની નથી. જે રીતે આમ આદમી પાર્ટીના નેતા ભગવત માન જે રીતે શપથ લેશે એ સૌ જોશે. એના ચારથી પાંચ દિવસમાં એવી જાહેરાત કરાશે જેમાં પંજાબનો દરેક નાગરિક એ રાજી થશે. સામાન્ય માણસ ફટાકડા ફોડશે. અમે જાણીએ છીએ કે, ટેક્સના પૈસા કેવી રીતે પરત આપવા. આ સિસ્ટમ અરવિંદ કેજરીવાલ જાણે છે.

તેથી જ આગામી સમયમાં ગુજરાતની વાત હોય કે બીજા રાજ્યની વાત હોય આ કેજરીવાલ મોડલની જીત છે. શિક્ષણની જીત છે. આરોગ્યની જીત છે. સામાન્ય ગરીબથી લઈને રિક્ષા ચાલકની આ જીત છે. આમ આદમી પાર્ટીની જીત કરતા આ જીત પંજાબની પ્રજાની જીત છે. કેજરીવાલના મોડલની જીત છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા એક યોદ્ધા સમાન છે. અમારી સાથે દસ લાખ જેટલા કાર્યકર્તાઓ જોડાયેલા છે.આવનારા સમયમાં પણ સભ્ય અભિયાન શરૂ કરાશે. જે કટ્ટર ઈમાનદાર છે. જેને કંઈક કરવું છે એ આમ આદમી પાર્ટીને પસંદ કરશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે પાર્ટીને ગુજરાતની પ્રજા એક મોકો આપશે. વિશ્વાસ કરશે. 27 વર્ષ કોંગ્રેસને જોયા, 27 વર્ષ ભાજપને જોયા. પણ એક ચાન્સ ગુજરાતની પ્રજા આમ આદમી પાર્ટીને આપશે. એ સમયે ખ્યાલ આવશે કે કઈ રીતે સરકાર ચાલતી હોય છે. દિલ્હીની પ્રજાએ ચાન્સ આપ્યો તો શિક્ષણ આરોગ્ય સારૂ થયું. વીજળી ફ્રી મળી. આટલું મફત મળવા છતાં પણ પ્રોફિટમાં સરકાર ચાલી છે. આવી જ રીતે અહીંયા અને પંજાબમાં પણ આ જ સિસ્ટમ થશે. આજે પંજાબ મોડલની જીત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW