HomeGujaratગ્રીષ્મા કેસઃ ચાલું કોર્ટે ફેનિલ બેભાન થઈ ગયો,સિવિલમાં સારવાર હેતું ખસેડાયો

ગ્રીષ્મા કેસઃ ચાલું કોર્ટે ફેનિલ બેભાન થઈ ગયો,સિવિલમાં સારવાર હેતું ખસેડાયો

સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં હત્યા કરનારા આરોપી ફેનિલને બુધવારે કોર્ટમાં રજૂ કરાયો હતો. કેસની ચાલું કાર્યવાહીએ અચાનક ફેનિલ ગોયાણી બેભાન થઈ જતા એને સારવાર હેતું તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો. જ્યાં તબિબોએ યુદ્ધના ધોરણે એની સારવાર શરૂ કરી દેતા એની સ્થિતિ સુધરવા લાગી હતી. એક કલાક અને 20 મિનિટ સુધદી એની ટ્રિટમેન્ટ ચાલી હતી.

ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલને જ્યારે સિવિલ હોસ્પિટલમાં માનસિક અને મેડિસિન વિભાગના તબીબોએ તપાસ્યો ત્યારે તે નોર્મલ હોવાનું તબીબોએ કહ્યું હતું. તબિયત પણ નોર્મલ હોવાની વાત જાણવા મળી હતી. માત્ર અશક્ત હોવાની ફરિયાદ બાદ ચાલું કેસ દરમિયાન ફેનિલ ઢળી પડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતું લવાયો હતો. પછી એને લીંબુ પાણી આપી ટ્રિટમેન્ટ આપાઈ રહી છે. ડૉ.કમલેશ દવે એ કહ્યું કે, મારા વિભાગમાં દાખલ કરવાની જરૂર નથી. બે પીઆઈ સહિતનો કાફલો એના બંદોબસ્તમાં ખડકી દેવાયો છે. સુરતની કેસમાં ફેનિલ ગોયાણીનો કેસ ચાલી રહ્યો છે.

આ કેસને લઈને ફેનિલને સુરત કોર્ટમાં લાજપોર જેલમાંથી લાવવામાં આવ્યો હતો. ચાલું કાર્યવાહી વખતે તે ઢળી પડ્યો હતો. 108 મારફતે એને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સુરતના મુખ્ય ચીફ જસ્ટિસ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં સાક્ષીઓની જુબાની દરરોજ 7 કલાક સુધી લેવામાં આવી રહી છે. કુલ 190 સાક્ષીઓ છે. ઘટનાસ્થળના સાક્ષી એવા મામલતદારની શનિવારના રોજ જુબાની લેવાઇ હતી. આ કેસના સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પૂરી થઈ જાય એવી પૂરી શક્યતાઓ છે. જોકે, લોકો આ કેસમાં ફેનિલને શું સજા કરવામાં આવે છે એના પર નજર રાખી બેઠા છે.

બુધવારે સુરત કોર્ટમાં ફેનિલની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પણ ફેનિલે કોઈ રીતે ગુનો કબૂલ કર્યો નથી. છેલ્લા ચાર દિવસથી જુદા જુદા સાક્ષીઓની જુબાનીઓ લેવામાં આવી રહી છે. કુલ 190માંથી 58 લોકોની જુબાની લેવામાં આવી ચૂકી છે. એટલું જ નહીં હત્યાનો વીડિયો ઊતારનાર વ્યક્તિ સહિતના કેટલાક લોકોની જુબાની નોંધવામાં આવી છે. જ્યારે આ કેસમાં ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે ફેનિલના મોઢા પર કોઈ અફસોસના કે હતાશાના ભાવ જોવા મળ્યા ન હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW