મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળે જુગાર ધામ ચાલી રહ્યા હોવાની ફરિયાદ વચ્ચે મોરબી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને મોરબી શહેર વાંકાનેર માળિયામાં ચાલતા જુગારના હાટડા પર તવાઈ બોલાવી હતી અને રૂ 68,300 રોકડ તેમજ જુગાર સાહિત્ય સહિતના મુદામાલ સાથે 23 જુગારીઓને ઝડપી પાડયા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર 2-3 વચ્ચે જાહેરમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા કિશોરભાઇ બાબુલાલ મોવાડીયા,અલ્લારખાભાઇ હુશેનભાઇ રાઉમા,કબીરશા અલીશા સૈયદ,કીરીટભાઇ બાબુભાઇ અગેચણીયા,સોહીલભાઇ રસુલભાઇ સુમરાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 16,450નો મુદામાલ જપ્ત કર્યો હતો તો અન્ય એક બનાવમાં મોરબીના માધાપર નજીક આવેલ વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડ્હયો હતો અને જુગાર રમતા ગોવિંદભાઈ હરજીભાઇ મુંધવા ,અનવરઅલી ગુલામહુશૈન રાજાણી, રસુલશા કરીમશા હશાહમદાર,દયાલજીભાઇ રતીલાલભાઇ પરમારને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 13,500 રોકડ જપ્ત કરી હતી તો આ સિવાય વાંકાનેર સિટીના કુંભારપરા વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે કાર્યવાહી કરી હતી અને જુગાર રમતા મેરૂભાઇ લક્ષ્મણભાઇ દેકાવડીયા,રવિભાઇ ઉર્ફે કાશી કાળુભાઇ વસાણીયા,જયેશભાઇ ઉર્ફે હલો મધાભાઇ બાંભવા,અજયભાઇ નાનુભાઇ મદ્રેસાણીયા,લખમણભાઇ દેવાભાઇ ગમારા,વિજયભાઇ નાનજીભાઇ ઉધરેજા,પરેશભાઇ રમણીકભાઇ રાવલ,નવઘણભાઇ વજાભાઇ શામળને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 38,600નો મુદામાલ જપ્ત કર્યો હતો મોરબીના સર્કીટ હાઉસ પાસે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી પોલીસે વિજયભાઇ જગદીશભાઇ ભીમાણી, રાકેશભાઇ ભુપતભાઇ ફતેરા,અજયભાઇ અવચરભાઈ સનુરા, વિક્રમભાઇ અરજણભાઇ રામબરીયા,મેહુલભાઇ ત્રીભોવનભાઇ સનુરા, નિકુલભાઇ દિલિપભાઇ ભીમાણીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 5600 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો માળિયા તાલુકા પોલીસે પણ જુગારના હાટડા પર દરોડો પાડ્યો હતો અને માળિયા તાલુકાના વવાણીયા ગામ પાસે ચાલતા જુગાર ધામમાં દરોડો પાડી જુગાર રમતા રઘુભાઇ માનશીંગભાઇ ભમ્મર,રાજુભાઇ મહાદેવભાઇ મકવાણા,મનસુખભાઇ દેવજીભાઇ રાઠોડ,સનાભાઇ દેવાભાઇ સોમાણી,મનીશભાઇ મગનભાઇ સાલાણીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 10,400 નો મુદામાલ જપ્ત કર્યો હતો

