ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હૃદય રોગનો હુમલો આવતા અવસાન થયું છે. વોર્નના મેનેજમેન્ટે સંક્ષિપ્તમાં એક નિવેદન આપી આ માહિતી આપી છે. શેન તેના વિલામાં નિંદ્રાધિન અવસ્થામાં જોવા મળ્યા હતા અને તબીબી કર્મચારીઓ દ્વારા તમામ પ્રયત્ન વચ્ચે પણ તેમને પુનઃજીવિત કરી શકાયા ન હતા. પરિવારના સભ્યોએ અત્યારે ટૂંક સમયમાં માહિતી પૂરી પાડવાની ખાતરી આપી છે.

ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે તેની તસવીર શેર કરી સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે-વિશ્વાસ થતો નથી. મહાન સ્પિનર્સ પૈકી એક, સ્પિનને કૂલ બનાવનાર સુપરસ્ટાર શેન વોર્ન રહ્યા નથી. તેમના પરિવાર, મિત્રો, વિશ્વભરમાં તેમના ફેન્સ પ્રત્યે સંવેદના પાઠવું છું. પાકિસ્તાનના ખેલાડી શોએબ અખ્તરે લખ્યુ- મહાન સ્પિનર શેન વોર્નના અવસાનના દુઃખદ સમાચાર મળ્યા છે. મારી પાસે કોઈ જ શબ્દ નથી, હું સ્તબ્ધ છું અને દુખી છું. તેઓ મહાન વ્યક્તિ, ક્રિકેટર અને વ્યક્તિ હતા.
Cannot believe it.
— Virender Sehwag (@virendersehwag) March 4, 2022
One of the greatest spinners, the man who made spin cool, superstar Shane Warne is no more.
Life is very fragile, but this is very difficult to fathom. My heartfelt condolences to his family, friends and fans all around the world. pic.twitter.com/f7FUzZBaYX
It’s going to take a long time to get over this loss. Legendary #ShaneWarne is not with us anymore. pic.twitter.com/r3GGYVvuG2
— Shoaib Akhtar (@shoaib100mph) March 4, 2022
શેન વોર્ન વિશ્વના મહાન બોલર પૈકીના એક હતા, વિક્ટોરિયામાં 13 સપ્ટેમ્બર,1969ના રોજ જન્મેલા વોર્ને તેની કરિયરમાં 145 ટેસ્ટ, 194 વનડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતા. તેમણે ટેસ્ટમાં 708 અને વનડે ફોર્મેટમાં કુલ 293 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ 1319 વિકેટ લીધી હતી. વોર્ને 12 કલાક અગાઉ તેમના અંતિમ ટ્વિટમાં રોડ માર્શના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું હતું. આ ટ્વિટમાં લખ્યું હતું કે તેઓ અમારી રમતના મહાન ખેલાડી હતા. તેમણે અનેક યુવા છોકરા અને છોકરીઓને પ્રેરિત કર્યા હતા.
Shocked, stunned & miserable…
— Sachin Tendulkar (@sachin_rt) March 4, 2022
Will miss you Warnie. There was never a dull moment with you around, on or off the field. Will always treasure our on field duels & off field banter. You always had a special place for India & Indians had a special place for you.
Gone too young! pic.twitter.com/219zIomwjB


શેન વોર્નના કુલ 145 કુલ ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન વોર્ન 25.41ની સરેરાશથી 708 વિકેટ લીધી હતી. જે મુથૈયા મુરલીધરન (800 વિકેટ) પછી ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક છે. તેમને બેસ્ટ પ્રદર્શન 71 રન આપીને 8 વિકેટ રહી હતી. એક ટેસ્ટ ઈનિંગમાં તેને 37 વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી હતી. સાથે જ 10 વખત તેમને ટેસ્ટ મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી હતી.

શેન વોર્ને ભારત સામે 1992માં સિડની ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ જાન્યુઆરી,2007માં ઈંગ્લેન્ડ સામે સિડનીમાં રમ્યા હતા. જ્યારે વોર્ન નિવૃત થયા ત્યારે ઓસ્ટ્રેલિયા ટીમના અન્ય ત્રણ ખેલાડીએ પણ નિવૃત્તિ જાહેર કરી હતી. તેમા ગ્લેન મેકગ્રા, ડેમિયન માર્ટીન અને જસ્ટિન લેંગરનો સમાવેશ થતો હતો. ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ વોર્ને હેમ્પશાયર કાઉન્ટ્રી ક્રિકેટ ક્લબ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હતા. ત્યારબાદ વર્ષ 2008માં IPLની ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ અને કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી હતી અને ટીમને IPLમાં ચેમ્પિયન બનાવી હતી.

