ટ્વિટરે પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ટ્વિટરના ચીફ પરાગ અગ્રવાલે શુક્રવારે કરેલા ટ્વિટ્સમાં જાહેરાત કરી હતી કે, સોશયલ નેટવર્કિંગ કંપની આ મહિને પોતાના વૈશ્વિક કાર્યાલયોને ફરીથી ખોલવા માટે જઈ રહી છે. જો લોકો ઓફિસ જઈને કામ કરતા ઈચ્છે તો તે કરી શકે છે. જો કે ઘરેથી કે પછી અન્ય કોઈ સ્થળેથી પણ કામ કરી શકે છે. તે કર્મચારીઓની ઈચ્છા ઉપર નિર્ભર રહેશે.

પરાગ અગ્રવાલે કર્મચારીઓએ ઓફિસ પરત ફરવાની દલીલ કરતા કહ્યું હતું કે, ઓફિસમાં કામ કરવાથી વાઈબ્રન્ટ કલ્ચર મળશે અને તુરંત પ્રભાવથી બિઝનેસ ટ્રાવેલ પણ ખોલવામાં આવશે. તેણે કહ્યું છે કે, 15 માર્ચથી તમામ ગ્લોબલ ટ્વિટર ઓફિસ ખુલી જશે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે એક ટ્વિટમાં લખ્યું છે કે, ક્યાંથી કામ કરવું છે, બિઝનેસ માટે સુરક્ષિત ટ્રાવેલ કરવું જોઈએ કે નહીં કે પછી કઈ કઈ ઈવેન્ટમાં હાજરી આપવી જોઈએ તેનો નિર્ણય તમારે કરવાનો છે.
Text-only summary: 1) Business travel is back effective immediately, and all global Twitter offices will open starting on March 15. 2) Decisions about where you work, whether you feel safe traveling for business, and what events you attend, should be yours. (cont.)
— Parag Agrawal (@paraga) March 3, 2022
ટ્વિટરના સીઈઓએ કર્મચારીઓને કહ્યું છે કે, તે જ્યાંથી પણ સૌથી વધારે પ્રોડક્ટિવ અને ક્રિએટિવ મહેસુસ કરતા હોય તે ત્યાંથી કામ કરી શકે છે. તેણે વધુમાં જણાવ્યું કે, હંમેશા માટે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પનો પણ સમાવેશ થાય છે. પરાગ અગ્રવાલે એ વાત ઉપર ભાર મુક્યો હતો કે જે લોકો રિમોટલી કામ કરવા માગે છે તેને Learn and Adapt કરવાની આવશ્યકતા રહેશે. કારણ કે અલગ અલગ જગ્યાએથી કામ કરવું વધારે મુશ્કેલ બનશે.
3) Wherever you feel most productive and creative is where you will work and that includes WFH full-time forever. 4) Distributed working will be challenging. We’ll need to be proactive, intentional, learn, and adapt. 5) Thank you to the team who has supported us every day.
— Parag Agrawal (@paraga) March 3, 2022
જેવી રીતે વિશ્વ કોવિડ-19 મહામારી સામે લડી રહી છે. કાર્યાલયોમાં પરત ફરવાની સંભાવના ઘણી ઓછી હતી. જો કે હવે સ્થિતિ સામાન્ય થતાની સાથે જ ગુગલે પણ કર્મચારીઓને એપ્રિલની શરૂઆતમાં પોતાની સિલિકોન વૈલીમાં આવેલા કાર્યાલયને ખોલવાની તૈયારી કરી રહ્યું છે. ગુગલે આશા રાખી છે કે, તેના કર્મચારીઓ સપ્તાહમાં માત્ર બે જ દિવસ ઘરેથી કામ કરશે અને બાકીના દિવસોમાં ઓફિસેથી કામ કરશે.

