રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કરી દીધો છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો બુધવારે સાતમો દિવસ રહ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે, રશિયાએ કિવમાં આવેલા ટીવી ટાવર પર એરસ્ટ્રાઈક કરતા ટાવર ધ્વંસ થઈ ગયો છે. આ હુમલા બાદ યુક્રેનમાં ચાલી રહેલી મોટાભાગની ટીવી ચેનલ્સ બંધ થઈ ચૂકી છે. યુક્રેનના અધિકારીઓએ એવું કહ્યું કે, મંગળવારે સાંજના સમયે કિવના ટીવી ટાવર અને યુક્રેનના હોલોકોસ્ટ મેમોરિયલ પર બોંબમારો કરાયો હતો. આ હુમલામાં કુલ પાંચ વ્યક્તિનાં મોત છે.
જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. કિવ પાસે આવેલા ફાસ્ટિવ જિલ્લામાં રશિયાએ બોંબમારો કરતા અનેક ઘર અને ઈમારતો ધ્વંસ થઈ ગઈ હતી. ઘરના કાળમાળમાંથી ઘરના માલિકના મૃતદેહ મળી રહ્યા છે. જ્યારે એમને પતિની તપાસ શરૂ કરવામાં આવી છે. રશિયા તરફથી યુક્રેનમાં સતત ફાયરિંગ અને બોંબમારો ચાલું છે. મંગળવારે રશિયાના સૈન્યએ કિવ અને ખાર્કિવ એમ બે શહેર પર ટાર્ગેટ કર્યા હતા. ખાર્કિવમાં આવેલી સોસાયટીઓ અને ઈમારતો પર મિસાઈલ હુમલો કરાયો હતો. જેમાં કુલ આઠ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

એવું પણ જાણવા મળ્યું છે કે, આ હુમલામાં એક હોસ્પિટલને પણ મોટું નુકસાન થયું છે. છેલ્લા છ દિવસથી રશિયા યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. ખાસ કરીને રાત્રીના સમયે માહોલ ભયાનક બની જાય છે. કિવ હજુ પણ યુક્રેનના નિયંત્રણ હેઠળ છે. યુક્રેનનું એવુ કહેવું છે કે, સૈનિક અને નાગરિકો રશિયાની સેના સાથે લડવા માટે તૈયાર રહે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ યુક્રેનના નાગરિકો માટે મેસેજ આપ્યો છે કે, રશિયા માટે કિવ મુખ્ય ટાર્ગેટ છે. અમે હવે રાજધાનીની સુરક્ષા તોડવા નહીં દઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર ઓલેક્સીએ કહ્યું કે રશિયાની સેના પૂર્વી યુક્રેનમાં ઉત્તર દિશા બાજુ કિવ અને ખાર્કિવને ઘેરવા માટેના પ્રયાસ કરી રહ્યો છે.
રશિયાના સૈનિક સતત અહીં ફાયરિંગ કરી રહ્યા છે. આ પહેલા રશિયાની રાજધાની કિવમાં રહેલા લોકોને એલર્ટ અપાયું હતું. રશિયાએ આ મામલે કહ્યું કે, રાજધાનીમાં રહેતા લોકો સુરક્ષિત સ્થાન પર જતા રહે. અથવા કિવમાંથી બહાર નીકળી જાય. મંગળવારે રશિયાએ એવી ચેતવણી આપી હતી કે, સરકારી ઈમારત પાસે રહેતા લોકો સુરક્ષિત જગ્યાઓ પર જતા રહે.કિવમાં હુમલો થાય એ પહેલા સિટીમાં મસમોટા અવાજે સાયરન વગાડવામાં આવે છે. લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. જેથી તેઓ કોઈ પ્રકારના હુમલાથી અસરગ્રસ્ત ન થાય.

