જિલ્લાપંચાયત આરોગ્ય શાખા મોરબી,તાલુકા હેલ્થ ઓફીસ હળવદ અને અગરિયા હિટ રક્ષક મંચ તેમજ મોબાઈલ યુનિટ ટીકર રણના સહયોગ થી અગર વિસ્તારના અગરિયાઓના આરોગ્ય માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ખોડ ગામે કરવામાં આવ્યુ

આ કેમ્પમાં ઓર્થોપેટિક ડૉ. સર્જન, ડૉ. સ્ત્રી રોગ, બાળરોગ નિષ્ણાંત ડૉ. પૂજાબેન અરણીયા,ડૉ.ભાવિનભાઈ ભટ્ટ (MBBS),ડૉ. ધીરજ મળી (MS),ડૉ. ચેતન (MD) ફિઝિશિયન તેમજ C.H.O કાજલબેન, F.H.W મધુબેન, M.P.W. મોબાઇલ યુનિટ ટીકર રણ જેવા ડોક્ટરો એ અગરિયાઓના બ્લડપ્રેશર,સ્ત્રીરોગ,બી.પી.,આંખ,કાન,ચામડી,હાડકા જેવા રોગ ની તાપસ કરી દવા ગોળી આપી હતી.

આ સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવનાર અગરિયા હિત રક્ષક મંચના મોરબી જિલ્લા કોડીનેટર મારૂતીસિંહ,બી.બારૈય,T.H.O ડૉ ભાવિન ભટ્ટ હતા.આ કેમ્પમાં કુલ 112 અગરિયા ભાઈ,બહેન,બાળકોએ આરોગ્યની સેવાનો લાભ લીધો.


