સંસ્થા સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જે પરિવારમાં જેને સંતાનના નામે માત્ર એક દીકરી જ હોય તેવા પરિવારના સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના સમયમાં સમાજમાં પ્રવર્તતા લિંગ-ભેદ રેશિયોના તફાવતને ઓછો કરવામાં તેમજ બેટી બચાવો બેટી ભણાવો જે સરકારનો કાર્યક્રમ છે. તેમાં જેણે ખરેખર પોતાનું આગવું યોગદાન આપેલ છે. તેઓની સમાજમાં આગવી સન્માનજનક ઓળખ ઉભી થાય, અન્ય લોકો પણ પોતાના સંતાનમાં દિકરો-દીકરીના ભેદ ભૂલીને દીકરી પણ દિકરા સમાન છે તેવું માનીને આવા લોકોમાંથી પ્રેરણા લે, તંદુરસ્ત અને સમૃદ્ધ તેમજ સુરક્ષિત સમાજની રચના થાય, સમાજમાં બેટીઓ માટે સન્માનજનક સ્થાન બને, દિકરીઓ પર અત્યાચાર બંધ થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવે, દિકરીઓ આત્મનિર્ભર થાય અને સ્વરક્ષણ કરતી થાય તેવા સંદેશ સાથે સંતાનમાં ફક્ત એક દીકરી જ ધરાવતા પરિવાર કે જેમાં માતા-પિતાની ઉંમર 45 વર્ષથી ઉપર હોય અથવા તો દિકરીની ઉમર 15 વર્ષથી ઉપરની હોય તેવા માતા-પિતાઓના મહાનુભાવોના હસ્તે સન્માનનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના માધ્યમથી દરેક સમાજમાં સારો સંદેશ જાય, લોકોમાં જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો આ કાર્યક્રમનો લાભ લે. આ કાર્યક્રમમાં ભાગ લેવા દરેકે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. આ ઉપરાંત આ ફોર્મ ઓફિસેથી પણ મળી શકશે. આ ફોર્મ દરેક સમાજના લોકો ભરી શકશે. આ ફોર્મ તારીખ: 31.3.2022સુધીમાં ઓફિસે પહોચતું કરવાનું રહેશે. આ ફોર્મ PDFમાંથી પ્રિન્ટ કરીને કે તેની ઝેરોક્ષ કોપીમાં પણ ભરીને મોકલવામાં આવશે. તો પણ ચાલશે. આ ફોર્મ પોસ્ટ દ્વારા પણ મોકલી શકાશે. ફોર્મ મેળવવાનું અને પરત મોકલવાનું સરનામું નીચે મુજબ છે.
કાન્તિલાલ ડી. બાવરવા
૧૦-રાજધાની કોમ્પ્લેક્ષ, નવા બસસ્ટેશન સામે, શનાળા રોડ, મોરબી.
નોંધ : (૧) ફોર્મમાં પુરેપુરી વિગત ભરવી ફરજીયાત છે.
(૨) ફોર્મ તારીખ : ૩૧-૩-૨૦૨૨ સુધીમાં પહોચતું કરવું ફરજીયાત છે.

