HomeGujaratઆધેડે છેડતી કર્યા બાદ યુવતી રણચંડી બની, જાહેરમાં કરી દેવાવાળી

આધેડે છેડતી કર્યા બાદ યુવતી રણચંડી બની, જાહેરમાં કરી દેવાવાળી

સુરતમાં એક યુવતીની છેડતી કરતા આધેડને બરોબરનો માર પડ્યો છે. જાહેરમાં છેડતી કરનારને પકડી લઈ દેવાવાળી કરવામાં આવી હતી. છેડતી કરનારને પણ લોકોએ પકડી પડ્યો હતો. એવમાં યુવતીનો રણચંડી અવતાર જોવા મળ્યો હતો. યુવતીએ પણ જાહેરમાં એને લાફા મારી દીધા અને બરોબરનો પાઠ ભણાવ્યો. મશ્કરી કરનાર આ આધેડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક યુવતીની આધેડ વયનો પુરૂષ છેડતી કરતો હતો. જાહેરમાં છેડતીનું એને માઠું પરિણામ ભોગવવાનો વારો આવ્યો. સ્થાનિક લોકોએ એને પકડી લીધો પછી આ યુવતી રણચંડી બની હતી. પછી યુવતીએ આધેડને બરોબરના લાફા માર્યા હતા. પુરૂષ જાહેરમાં માર ખાઈ રહ્યો છે એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરત સિટીમાં છેલ્લા કેટલાક સમયથી યુવતીઓની જાહેરમાં છેડતીની ઘટના સામે આવી રહી છે. થોડા સમય પહેલા પણ કામરેજ જિલ્લાના પાદરા ખાતે યુવતીને હેરાન કરતા યુવક સામે કોઈ પગલાં ન લેવાતા એક તરફી પ્રેમમાં પાગલે યુવતીને જાહેરમાં રહેંસી નાંખી હતી. ગ્રીષ્માની ઘટના પણ હજું તાજી છે. એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ કેસમાં યુવતીએ જાહેરમાં મોટેથી બૂમબરાડા કરાત સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. પછી જ્યારે લોકોએ એને પકડી પાડ્યો ત્યારે યુવતી રણચંડી બની હતી. આધેડ વયના પુરૂષને યુવતીએ જાહેરમાં પાંચથી સાત લાફા મારી દીધા હતા. સ્થાનિકોએ મદદ કરતા યુવતીએ આધેડને બરોબર પાઠ ભણાવ્યો હતો.

જેનો વીડિયો કોઈ વ્યક્તિએ ત્યાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. યુવતી આ ઘટના થકી એવો સંદેશ આપવા માંગતી હતી કે, આ પ્રકારે જ્યારે કોઈ કંઈ પણ કરે તો એની સામે થાવ અને તેને જાહેરમાં જ પાઠ ભણાવો. જેથી આ પ્રકારના લોકો જાહેરમાં કોઈ પણ એવી ઘટના કરતા પહેલા વિચાર કરે. આ વીડિયો વાયરલ થતા જ ઘણા લોકો યુવતીના વખાણ કરી રહ્યા છે. જોકે, છેડતીના મામલે સુરતની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ પાછળ આવવાના મુદ્દે અને ખોટી રીતે બોલાચાલી થઈ હોય એવા કેસ સામે આવી ચૂક્યા છે. ખાસ કરીને ગ્રીષ્મા હત્યા કેસ બાદ રાજ્યના જુદા જુદા સેન્ટરમાંથી યુવતીઓ પર થતા અત્યાચારની ઘટના વધી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW