HomeGujaratમોરબી જિલ્લામાં 27 ફેબ્રુઆરીએ 132410 બાળકોને પોલીયોની રસીના ડોઝ અપાશે

મોરબી જિલ્લામાં 27 ફેબ્રુઆરીએ 132410 બાળકોને પોલીયોની રસીના ડોઝ અપાશે

મોરબી જિલ્લામાં આગામી 27 ફેબ્રુઆરીના રોજ 0થી 5 વર્ષના કુલ 1,32,410 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન થયેલ છે. આ માટે જિલ્લામાં કુલ 616 પોલીયો બુથની રચના કરેલ છે અને આ કામગીરીને પહોંચી વળવા માટે 2246 કર્મચારીઓને પોલીયો બુથો ઉપર ફરજ સોંપેલ છે તેમજ 190 સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોંપેલ છે.

તા. 27ના રોજ પોલીયો બુથ ઉપર પોલીયોનું રસીકરણ કરવામાં આવ અને બુથ ઉપર રસીકરણ કરવામાં બાકી રહી ગયેલ બાળકોને ઘર ઘર મુલાકાત કરી ને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. આ માટે મોરબી જિલ્લામાં 1122 ટીમની રચના કરવામાં આવી છે જે કુલ 213331 ઘરોની મુલાકાત લેશે.આ ઉપરાંત, વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, રોડની આજુબાજુ નો વિસ્તાર, અગર વિસ્તાર, બાંધકામ વિસ્તાર, ખાણના વિસ્તાર કે અન્ય વગેરે જેવી દુર્ગમ જગ્યાઓ ઉપર વસતા મજુર ના બાળકોના પોલીયો રસીકરણ માટે ૫૧૦ મોબાઈલ ટીમોની રચના કરેલ છે. તેમજ આ પોલીયો કાર્યક્રમ દરમ્યાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલીયોની રસી આપવા માટે ૨૪ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે. આ ટીમો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો ઉપર કામગીરી કરશે,

મોરબી જિલ્લાના 0 થી 5 વર્ષના તમામ બાળકો તા 27 ના રોજ પોલીયો બુથ ઉપર જઈ પોલીયોના રસી પાત્ર બાળકોને રસીકરણ કરાવવા તેમજ 5 આજુબાજુના વિસ્તારમાં વસત્તા મજુરોના બાળકો પણ પોલીયોની રસી પિવડાવે અને પોલીયો સામે રક્ષણ મેળવે તે માટે બાળકોનાં વાલીઓ દ્વારા સાથ સહકાર આપવા માટે હીરાભાઈ ટમારીયા માન ચેરમેન આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત,મોરબી તેમજ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો, જે.એમ.કતીરા તથા જિલ્લા આર.સી.એચ અધિકારી ડો.વિપુલ કારોલીયા અપીલ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW