HomeNationalપાકિસ્તાનમાં દુકાનમાં ગુજરાતીમાં બોર્ડ, જાણો આ પાછળનું મોટું કારણ

પાકિસ્તાનમાં દુકાનમાં ગુજરાતીમાં બોર્ડ, જાણો આ પાછળનું મોટું કારણ

ગુજરાત સરકારે જાહેર સ્થળ, મોલ-મલ્ટિપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલના બોર્ડ ગુજરાતી ભાષામાં રાખવા આદેશ કર્યો છે. માતૃભાષા દિવસના ત્રણ દિવસ પહેલા રાજ્ય સરકારે આ અંગેનો આદેશ કર્યો છે. પણ ચોંકાવનારી હકીકત એવી છે કે, પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનમાં વર્ષોથી માદરી જુબાનના અસ્તિવત્વ માટે આંદોલન ચાલી રહ્યું છે. જેના પરિણામે પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતા સિટી કરાંચી શહેરની અનેક એવી દુકાન, હોટેલ અને ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર સહિત અનેક વ્યાપારી એકમો વિભાગ બાદ પણ અહીં ગુજરાતીમાં બોર્ડ રાખી રહ્યા છે.

વિભાજન બાદ અહીંથી હિજરત કરનારા મુસ્લિમો જમાતોના સામાજિક સંસ્થાનના બોર્ડ ફરી ગુજરાતી ભાષામાં જોવા મળ્યા છે. પાકિસ્તાનમાં વસ્તી ગણતરી કરતી નેશનલ ડેટાબેઝ એન્ડ રજીસ્ટ્રેશન ઓથોરિટી NDRA એ વર્ષ 2017માં માતૃભાષાના ભાષાકીય કોલમમાંથઈ ગુજરાતીનું કોલમ દૂર કરી દીધા બાદ પાંચ વર્ષથી કરાંચી અને સિંઘમાં માદરી જુબાનના અસ્તિત્વ માટે જબરદસ્ત સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારત દેશની બહાર અમેરિકા,યુ.કે પછી સૌથી વધારે ગુજરાતી બોલનારા પાડોશી દેશમાં આ માતૃભાષાને બચાવવા ગુજરાતી બચાવો તહેરિકના છત્ર આંદોલન ચાલી રહ્યું છે. જેમાં હિન્દુ, પારસી, વોરા, ખોજા, ઈસ્માઈલી, મેમણ, કચ્છી, ઘાંચી સહિતની જમાતના આગેવાન ભાષા માટે સક્રિય થયા છે. તહેરિક આગેવાન સૈયદ અબ્દુલ રહેમાને જણાવ્યું કે, અહીં અમારી પેઢીના આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો બચ્યા છે. મારી ઉંમર 62 વર્ષની છે. જેઓ ગુજરાતી વાંચી લખી શકે છે. વર્ષ 1980માં દાયકા સુધીમાં પાકિસ્તાનમાં જન્મેલા મૂળના લોકો પણ અહીં ગુજરાતી બોલી રહ્યાય છે. આ પેઢી પછીની પેઢી ભાષા ભૂલી ગઈ છે. કરાંચીના સોલ્જર બજારમાં ગણત્રા સ્કૂલમાં ગુજરાતી ભાષામાં શિક્ષણ બંધ થયા બાદ નવી પેઢીને આ માતૃભાષાની, ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે લગાવ અને હૈદર મેવાવાલા સઈદ જીવા સહિતના યુવાનોએ અહીં ગોધરા, રણછોડપુરામાં એક દિવસ ઉર્દુની સાથે ગુજરાતી ભણાવવા માટે ક્લાસ શરૂ કરી દીધા છે.

બીજી બાજુ વેપારીઓએ પોતાની દુકાનના બોર્ડ ગુજરાતીમાં લગાવી દીધા છે. જાણીને નવાઈ લાગશે કે અહીં 21 લાખથી વધુ મુસ્લિમોના ઘરની સવાર દરરોજ ગુજરાતી ભાષાથી પડે છે. કરાંચીમાં વેપારીઓની ભાષા પણ ગુજરાતી છે. અમે પણ ગુજરાતીમાં વ્યવહાર કરીએ છીએ. છેલ્લા પાંચ વર્ષમાં અમે બજારમાં ઉર્દુ, સિંઘી તેમજ ગુજરાતી ભાષામાં બોર્ડ, સંસ્થાઓના બેનર્સમાં ગુજરાતીને સેટ કરવામાં સફળ થયા છીએ. એક વર્ષથી 18 થી નીચેના બાળકોને માતૃભાષા શિખવવા માટે ક્લાસ શરૂ થયા છે. ગુજરાતી બચાવો અભિયાન અહીં ચાલે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW