HomeGujaratપોલીસની કોમ્બિંગ ડ્રાઈવમાં તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવા હથિયાર મળતા 400 લોકો...

પોલીસની કોમ્બિંગ ડ્રાઈવમાં તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવા હથિયાર મળતા 400 લોકો સામે કેસ

મહાનગર સુરતમાં ગ્રીષ્મા નામની યુવતીની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. જેના આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરત પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ તરફથી સુરત સિટીમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં શંકાસ્પદ લોકોના વાહનની તપાસ કરતા તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવા ઘાતક હથિયાર મળી આવ્યા હતા. 400થી વધારે લોકો સાથે પોલીસે હથિયાર સંબંધીત ગુનો દાખલ કરીને કાયદેસરના પગલાં લીધા છે.

મોટી સંખ્યામાં આવા હથિયાર શહેરી વિસ્તારમાંથી મળી આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. જ્યારે આ હથિયારની આટલી મોટી સંખ્યા પોલીસ સામે આવી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. લિંબાયત, પાંડેસર, ઉધના, ડિંડોલી વિસ્તારમાંથી 400થી વધારે લોકો પાસેથી પોલીસે હથિયાર જપ્ત કર્યા છે. સુરત પોલીસે આ તમામ લોકો સામે કલમ 135 અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે આ તમામ લોકો પર કેટલાક વિસ્તારમાં શંકાસ્પ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, સુરત એક શાંતિ સિટી છે. પોલીસે ગુંડા અને અસામાજિક તત્ત્વો સામે એક ઝુંબેશ શરૂ કરી હતી. જે તે પોલીસ સ્ટેશનના PI સહિતનો આખો સ્ટાફ બાઈક, ફૂટ પેટ્રોલિંગ હેતું જુદા જુદા વિસ્તારમાં નીકળ્યો હતો. અલગ અલગ વિસ્તારમાં PCR પેટ્રોલિંગ કરી રહી હતી. આ કામગીરી દરમિયાન બે અઠવાડિયામાં 13599 વાહન ચેક કરવામાં આવ્યા. હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા હથિયાર મળ્યા. જેના કારણે 400થી વધારે કેસ ફાઈલ થયા છે. તપાસ દરમિયાન 217000 ધારદાર હથિયાર, 107 અને 151 મુજબ 475 સામે પગલાં ભરવામાં આવ્યા છે. આ સિવાય રાતના સમયે કોઈપણ કારણવગર બીજા વિસ્તારમાં રખડતા હોય કે શંકા થાય એવા કુલ 518 લોકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. આવી શંકાસ્પદ વ્યક્તિ પાસેથી 93 રેમ્બો છરા અને હથિયાર રિકવર કરાયા છે. 475 દારૂ પીધેલાના કેસ થયા છે. 79 કપલ બોક્સ બંધ કરાવાયા. 188 મુજબ જાહેરનામાના ભંગ બદલ 117 કેસ , 495 પાનના ગલ્લા , 49 ગલ્લા બંધ કરવામાં આવ્યા છે. મોડી રાત્રે રોડ સાઇડ પર શંકાસ્પદ રીતે ભેગા થતાં 86 ધાબા , ચરસ-ગાજાનું સેવન કરતા હોય એવા 441 લારી-ગલ્લા બંધ કરાવાયા છે.

સુરત સિટીના અશાંત કરનારાઓ સામે પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી દીધી છે. તમામ પોલીસ અધિકારી, જે તે પોલીસ સ્ટેશન PIથી લઈ તમામ કર્મચારીઓને જુદી જુદી ડ્રાઈવ યોજવા માટે ખાસ સૂચના અપાઈ છે. પોલીસ કમિશનર પોતે પણ સાયકલ લઈને ડ્રાઈવ કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી આ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. જેમાંથી આ હથિયાર મળી આવ્યા હતા. આ પ્રકારના પેટ્રોલિંગથી ગુનાખોરીના ગ્રાફમાં ફેર પડ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW