અમદાવાદમાં નાની નાની વાતમાં પતિ પત્ની વચ્ચે થતા ઝઘડા હવે કોઈ નવી વાત નથી. પણ ઘણીવાર મામલો એટલો મોટો થઈ જાય છે કે, કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. અમદાવાદમાં કેટલાક આડા સંબંધોના કેસ વધી રહ્યા છે. ઘણા ઘરકંકાસના કેસ સંસારમાં તિરાડ પાડનારા સાબિત થયા છે. અમદાવાદ શહેરમાં ભાણી સાથે કોફી પીવા માટે નીકળેલી મહિલાએ એના પતિને અન્ય યુવતી સાથે કારમાં કામલીલા કરતા રંગે હાથ પકડી લીધો હતો.
પત્નીએ જ્યારે પેલી યુવતી વિશે પતિને સવાલ કર્યા ત્યારે પતિએ પત્નીને જાહેરમાં લાફો મારી દીધો. એ પછી પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં રહેતી મહિલાનો પતિ અન્ય યુવતી સાથે કામલીલા કરતો ઝડપાયો હતો. આ મહિલાએ પોતાના પતિને લૉ ગાર્ડન વિસ્તારમાં અન્ય યુવતી સાથે પકડી પાડ્યો. પતિએ પત્નીની કાર જોઈને કાર ઊભી રાખી અને કહ્યું કે તુ ઘરે જા, પછી વાત. મહિલાએ જ્યારે પતિને પૂછ્યું કે, કારમાં બાજુમાં બેઠેલી યુવતી કોણ છે એ પ્રશ્ન કરતા પતિ ઉશ્કેરાઈ ગયો અને જાહેરમાં પત્નીને તમાચો મારી દીધો હતો. 35 વર્ષની આ મહિલાના લગ્ન પાંચ વર્ષ પહેલા સમાજના રીત રિવાજ અનુસાર થયા હતા. પણ પછી પતિ અને પત્ની વચ્ચે કોઈ મનમેળ થયો ન હતો. અવારનવાર ઝઘડા થતા હતા. જેના કારણે પત્ની પોતાના પીયરમાં રહેતી હતી. ગુરૂવારે રાતે અગિયાર વાગ્યા આસપાસ મહિલા અને તેની ભાણી નવરંગપુરા HL કૉલેજ પાસે કોફી પીવા માટે ગયા હતા. એ સમયે અચાનક એની નજર પતિની કાર પર પડી હતી. કાર પંજાબ નેશનલ બેંકની બાજુમાં પાર્ક થયેલી હતી. મહિલા અને ભાણી એમના સ્કૂટરને સાઈડમાં પાર્ક કરીને કારમાં કોણ છે એ જોવા માટે ગયા હતા. આ દરમિયાન પતિ તેની પત્નીને જોઈ જતા કારનો કાચ ઊતારીને કહ્યું કે, તુ ઘરે જા પછી વાત. તેમ છતાં મહિલા કારની અંદર જોવા લાગતા બાજુમાં એક યુવતી બેઠી હતી.
પતિ ઉશ્કેરાઈ જતા તેણે મહિલાને જાહેરમાં ગાળો ભાંડી હતી. બોલાચાલી કરીને લાફો મારી દીધો હતો. જોકે, ઝઘડો વધે નહીં એ માટે મહિલાએ 100 નંબર પર ફોન કરીને મામલો પતાવ્યો. પણ એ સમયે પણ પતિએ ફોન ઝૂંટવી મહિલાને કારમાં બેસાડીને વસ્ત્રાપુર બાજુ લઈ ગયો.પછી મોડી રાત્રે મહિલાને ઘરે છોડી ગયો. બીજા દિવસે મહિલાએ પોતાના પતિ સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે એમની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે. જોકે, પતિની પૂછપરછ કરતા યુવતીનો મામલો પણ ખુલ્યો છે.

