રાજય પોલીસ વડા વિભાગ દ્વારા તાજેતરમાં અલગ 39 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની એક સાથે બદલીનો ઓર્ડર કરવામાં આવી છે.જેમાં પંચમહાલ જિલ્લાના પી.આઆઈ તરીકે ફરજ બજાવતા પી.આઇ.એમ પી પંડયાને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાંથી એક પણ પીઆઇ બદલી કરાઈ નથી.
રાજ્યના પોલીસ બેડામાં હાલ બદલીનો સમય ચાલી રહ્યો હોય તેમ તાજેતરમાં અલગ અલગ પોલીસ મથકના પીએસઆઈની એક સાથે મોટા પાયે બદલી થયા બાદ હવે પીઆઇની બદલીનો પણ મોટા પાયે ઓર્ડર થયો હતો. જેમાં રાજ્યના કુલ 39 પીઆઈને બદલી કરાઇ છે. આ બદલીમાં પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા એમ.પી પંડ્યાને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યાં છે.

