HomeGujaratસુરતમાં યુવતીની જાહેરમાં હત્યા થવા પ્રકરણમાં ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસી...

સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા થવા પ્રકરણમાં ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસી આપવા માંગ

સુરત શહેરમાં તાજેતરમાં એક તરફી પ્રેમમાં પાગલ શકશે યુવતીને જાહેરમાં ગળાના ભાગે છરી મારી હત્યા કરી હતી તેમજ પોતે પણ હાથમાં છરો મારી કરવાનો આપઘાત પ્રયાસ કર્યો હતો.આ બનાવ ને પગલે સમગ્ર રાજ્યમાં આરોપી વિરુદ્ધ રોષની લાગણી પ્રસરી ગઈ છે તેમજ આવા શખ્સને કઠોરમાં કઠોર સજા મળે તેવી ફિર માંગ ઉઠી છે ત્યારે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને વહેલી તકે ફાંસીની સજા આપવા માંગ કરવામાં આવી છે
સાથે સાથે ભાજપ સરકાર ના શાસનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો પણ આક્ષેપ કરતા જણાવ્યુંહતું કે આવી કોઈ ઘટના બને તો ગૃહમંત્રી માત્ર મીડિયા સામે આવીદુઃખ વ્યક્ત કરી આશ્વસન આપી સંતોષ માની લે છે.જેના કારણે આવી પ્રવૃતી કરતા તત્વોને મોકળું મેદાન મળે છે હાલ રાજ્યભરમાં બસ સ્ટેશન,શાક માર્કેટ,શાળા કોલેજો બહાર આવા રોમિયો અડ્ડો જમાવીને બેઠા હોય છે અને મહિલાઓ યુવતી અને શાળાની છાત્રાઓની છેડતી કરતા રહે છે. રાજ્યની પોલીસ આવા રોમિયોગિરી કરતા તત્વોને કાયદાના પાઠ ભણાવે તેવી પણ માગણી ઉઠી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW