મોરબીમાં ગેરકાયદે હથીયારની હેરાફેરી અટકાવવા તેમજ આવા ગેરકાયદે હથીયાર જપ્ત કરવા રાજ્ય વ્યાપી ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે મોરબીના એસઓજી પીઆઈ જે એમ આલ અને સ્ટાફ અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન નવલખી રોડ વિસ્તારમાં એક શખ્સ ગેરકાયદે હથીયાર સાથે ફરતા હોવાની બાતમી મળી હતી,બાતમી આધારે એસઓજી સ્ટાફે અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઈ રુદાતલાને ઝડપી લીધા હતા આરોપી પાસેથી રૂ 10,000 ગેરકાયદે હથીયાર જપ્ત કર્યા હતા.બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

