થોડા દિવસો પહેલા પ્લેનમાં એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ત્યારે હવે ચાલતી ટ્રેનમાં યુવતીને ટ્રેનમાંથી ફેકી દેવાની ધમકી આપીને પેન્ટ્રી મેનેજરે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. આ અંગે પીડિતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

બેંગ્લુરુ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં ચાલુ ટ્રેનમાં યુવતી ઉપર પેન્ટ્રી મેનેજરે દુષ્કર્મ ગુજાર્યાં હોવાની ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે. પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તે 21 વર્ષની છે અને દિલ્લીમાં રહે છે. 9 ફેબ્રુઆરીએ તે દિલ્લીથી મુંબઈ ગઈ હતી. ત્યારબાદ તે શુક્રવારે બપોરે 12 વાગે મુંબઈથી દિલ્લી જતી ટ્રેનમાં બેસીને પરત આવવા માટે નીકળી હતી. ત્યારે ટ્રેનમાં ભીડ હોય તેણીની ભુસાવલ એક્સપ્રેસ સ્ટેશન ઉપર ઉતરી ગઈ હતી. ત્યાંથી સાંજે 6 વાગ્યાના અરસામાં યશવંતપુર-નિજામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં બેઠી હતી.

આકોચમાં નીતે જ શાલ ઓઢીને સુતી હતી. ત્યારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં ત્યાં એક વ્યક્તિ આવ્યો અને તેણીએ ઉઠાડીને અહીંયા કેમ સુઈ રહી છે કહીને જનરલ ડબ્બામાં સીટ ખાલી છે ત્યાં જઈને સુઈ જવાનું કહ્યું હતું. આ બોલાચાલી દરમયાન કેન્ટીનવાળા કોચની નજીક જઈને કહ્યું કે અહીંયા દરવાજા પાસે સુઈજા. તે વ્યક્તિના કહેવાથી યુવતી ત્યાં સુઈ ગઈ હતી. ત્યારબાદ તે વ્યક્તિ ફરી આવ્યો અને તેણીને ઉઠાવીને કેન્ટીનના કોચમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીએ પ્રતિકાર કરવાની હિંમત કરતા તેણીને લાફા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટના અંગે પીડિતાએ પોલીસને નિવેદન આપ્યું હતું. તો આ અંગે ભોપાલ રેલવે સ્ટેશનના ડેપ્યુટી જનરલ મેનેજર અનીલ શર્માએ જણાવ્યું હતું કે, તેમને કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યાં હતાં. ત્યાં પહોંચ્યા ત્યારે ટ્રેનની અંદર પેન્ટ્રીકારનો કોચ અંદરથી બંધ હોય તે કોચને ખોલાીવને તમામની અટકાયત કરી હતી. આ અંગે ઓન ડ્યુટી સ્કોવોડે 15થી 20 લોકોની પૂછપરછ કરીને છોડી દીધા હતાં. જો કે આ અંગે હજુ આરોપીઓને ઝડપી લેવાયો નથી.

