HomeGujaratરૂ.27 કરોડના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ પાર્ક 5 મહિનાથી તૈયાર હતું,કોંગ્રેસે ઉદ્ધાટન કરી...

રૂ.27 કરોડના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ પાર્ક 5 મહિનાથી તૈયાર હતું,કોંગ્રેસે ઉદ્ધાટન કરી નાંખ્યું

અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ વેસ્ટ સાઈટ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું હતું. રૂ.27 કરોડના ખર્ચે AMCએ આધુનિક સ્પોર્ટ્સ પાર્ક બનાવ્યું હતું. પણ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું સ્પોર્ટ્સ પાર્ક છેલ્લા પાંચ મહિનાથી ધૂળ ખાતું હતું. એ સમયે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ તરફથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ધાટન કરી દેવામાં આવ્યું હતું. આ પછી પઠાણે ત્યાં યુવાનો સાથે હળવી કસરત પણ કરી હતી.

અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આ પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ મહિનાથી તે બનીને તૈયાર થયું હતું. ભાજપના VIP નેતા પાસે સમય ન હોવાને કારણે આ પાર્ક ધૂળ ખાઈ રહ્યું હતું. એક બાજુ સરકાર ફિટ ઈન્ડિયાની વાતો કરે છે પણ ફીટ રહેવા માટે તૈયાર કરેલા પાર્કને ખુલ્લો મૂકવાનો એની પાસે કોઈ સમય નથી. ભાજપના નેતાઓ પાસે સમય ન હોવાથી છેલ્લા ઘણા સમયથી તે ધૂળ ખાઈ રહ્યું હતું.

પણ આજે હવે યુવાનોની લાગણીને ધ્યાને લઈને એનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના NID પાસે પાછળના વિભાગમાં 45000 ચો.મી.ના વિસ્તારમાં સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં ઓપન એરિયામાં સ્પોર્ટ્સ પાર્ક ઊભું કરાયું છે. જેમાં 4 ક્રિકેટ પિચ, 5 ટેનિસ કોર્ટ, 4 મલ્ટિપલ સ્પોર્ટ્સ કોર્ટ, સ્કેટિંગ રીંગ તથા સ્કેટ બોર્ડ સહિત 800 મી.નો જોગિંગ ટ્રેક, ઈન્ટરનલ રોડ તથા પાર્કિગ જેવી તમામ સુવિધા છે. જે તે રમતના આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ અનુસાર આ સ્પોર્ટ્સ કોમપ્લેક્સ તૈયાર કરાયું છે. પણ એના સંચાલનને અને ફીના મામલે કોર્પોરેશને કોઈ પ્રકારે ચોખવટ કરી નથી.

અમદાવાદના રીવરફ્રન્ટના ઈસ્ટ અને વેસ્ટ સાઈડ એમ બંને જગ્યાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે. પણ સત્તાધારી પક્ષ તરફથી આનું કોઈ રીતે ઉદ્ધાટન કરવામાં આવ્યું નથી.પણ કોંગ્રેસના નેતા શહેઝાનખાન પઠાણ તથા સમર્થકો તરફથી આ પાર્ક ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. જોકે, હવે અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના વિવાદ બાદ આ મુદ્દો પણ આગામી સામાન્ય સભામાં પડઘાય એવા પૂરા એંધાણ છે .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW