HomeGujaratરાજકોટ CP નિકળ્યા મોટા તોડબાજ, ધારાસભ્ય-સાંસદના આક્ષેપોથી ખાદી-ખાખીમાં ખળભળાટ

રાજકોટ CP નિકળ્યા મોટા તોડબાજ, ધારાસભ્ય-સાંસદના આક્ષેપોથી ખાદી-ખાખીમાં ખળભળાટ

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર કમિશન એજન્ટ તરીકે કામ કરતા હોવાની તથા મવાલી ગુંડા લોકો જે રીતે ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા સંભાળી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય અને સાંસદના આ આક્ષેપોથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તો ખાખીધારીઓમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે.

આ બનાવ અંગે ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહરાજ્યમંત્રીને પાઠવેલા પત્રમાં ખુલાસો કર્યો છે કે, શહેરના એક મહેશભાઈ સખીયા નામના વ્યક્તિ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આઠ માસ પહેલા બેઠક કરી હતી. જેમાં મહેશભાઈના દેવામાં ડુબેલા 15 કરોડની નાણા કઢાવી આપવા માટે કમિશનરે 15 ટકા હિસ્સો માંગ્યો હતો. જે બાદ પોલીસ કમિશનરે 15 ટકા લેખે એક પીઆઈ મારફતે 75 લાખ જેવી ઉઘરાણી કરી હતી. તો બીજી તરફ વધુ 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે પીઆઈ ફોન કરી રહ્યાં હોવાનો આક્ષેપ કરાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર અને વચેટ પીઆઈએ 15 કરોડની છેતરપીંડી થઈ હતી. આ અંગેની જ્યારે એફઆઈઆર નહીં કરેની મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે તેમાંથી 15 ટકા લેખે પોતાનો ભાગ માંગ્યો હતો. આ બાદ ક્રાઈમબ્રાંતની ટીમે કાર્યવાહી કરીને રૂપિયા 7 કરોડની વસુલાત કરી છે. જે પૈકી રૂપિયા 75 લાખ કમિશનરે તેના માનીતા પીઆઈ મારફતે વસુલ્યાં હતાં. આ બાદ આ ઘટનાક્રમની એફઆઈઆર દાખલ થતા પોલીસે તાત્કાલીક ધોરણે બે આરોપીને ઝડપી લીધા હતા. તો એક નાસતા ભાગતા આરોપીઓએ આ રકમમાંથી ફ્લેટ લીધો હોવાનું સામે આવ્યું છે.

તો આ બનાવ અંગે રાજકોટના રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે રાજકોટ પોલીસ કમિશનરનું કામ ઉઘરાણી કરવાનું અને વિવાદીત જમીનોના સેટલમેન્ટનું છે. હવે આવા ભ્રષ્ટ અધિકારીઓને સારી પોસ્ટ નહીં આપવા અને કમિશનીયા પોલીસ કમિશનર સામે પગલા ભરવા માંગ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ગૃહમંત્રી હર્ષદ સંઘવી ધારાસભ્ય ગોવિંદ પટેલ સાથે ગાંધીનગરમાં બેઠક કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW