કોરોનાની ત્રીજી લહેરના કારણે કોરોના કેસ તેજ ગતિએ વધી રહ્યા હતા જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 9 સુધીની શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન અભ્યાસ ચલાવવામાં આવી રહ્યો હતો.શનિવારથી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરવાની મુદત પૂર્ણ થઇ રહી છે તેમજ સરકાર દ્વારા હજુ સુધી આ મુદત લંબાવાઈ નથી.જેથી સરકાર ફરી શાળાઓમાં શિક્ષણ કાર્યવાહી શરુ કરવાના મૂળમાં હોય તેવી શક્યતા સેવાઈ રહી છે એક મહિના બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો આવતા હવે સરકાર દ્વારા ફરી ધોરણ 1થી 9નું પ્રત્યક્ષ શિક્ષણ શરુ કરવા જઈ રહી છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ નિવેદન આપી શાળા શરુ કરવાની જાહેરાત કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ ઓફ લાઈન શિક્ષણ કાર્ય શરુ કરવાની મંજુરી આપી દીધી છે
શાળાઓને પણ ઓનલાઈન તેમજ ઓફલાઈન એમ બન્ને પ્રકારે શિક્ષણ ચાલુ રાખવાનું રહેશે તેમજ જે વાલીઓ તેમના બાળકોને શાળાએ નથી મોકલવા ઇચ્છતા તેમને ઓનલાઈન શિક્ષણ આપવનું રહેશે આ સિવાય શાળામાં પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે જેમાં શાળામાં બાળકો,શિક્ષક તેમજ તમામ સ્ટાફે ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે આ ઉપરાંત શાળાના પ્રવેશ દ્વાર પર સેનિટાઈઝર રાખવા,શાળામાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા સહીતની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

