HomeGujaratમોરબી નિ:શુલ્ક નેત્રમણી કેમ્પમાં 336નું ચેક-અપ આવતીકાલે 152 દર્દીનું ઓપરેશન

મોરબી નિ:શુલ્ક નેત્રમણી કેમ્પમાં 336નું ચેક-અપ આવતીકાલે 152 દર્દીનું ઓપરેશન

રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ,મોરબીના જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નિશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું દર મહીનાની તા.4ના રોજ જલારામ પ્રાર્થના મંદિર ખાતે આયોજન કર્યું હતું. સવારે 09 થી 01 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 336 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 152 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામા આવશે.

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા,હેમુભાઈ પરમાર,આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ આવતીકાલે અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW