HomeGujaratમોરબીમા સમડી ગેંગ ફરી સક્રિય વૃદ્ધાના ગળામાંથી સોનાનું પેન્ડલ અને ચેન સરેવી...

મોરબીમા સમડી ગેંગ ફરી સક્રિય વૃદ્ધાના ગળામાંથી સોનાનું પેન્ડલ અને ચેન સરેવી ફરાર

મોરબી શહેરમાં મહિલાઓની નજર ચૂકવી ગળા કે હાથના દાગીના સરવી જતી સમડીગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે.મોરબીના જૂના હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં આવેલ ઋષભનગર સોસાયટીમાં રહેતા લાભુબા પ્રવિણસિંહ જાડેજા નામના વૃદ્ધા તેના ઘરની બહાર ઓટા પર બેઠા હતા તે દરમિયાન મોપેડમાં આવેલ એક શખ્સે વૃદ્ધા સાથે વાત કરી તેમનું ધ્યાન ભટકાવી તેમના ગળામાં પહેરેલ સોનાનો ત્રણેક તોલાનો પેન્ડલ વાળો ચેન આરોપીએ આચકો મારી ઝુંટવી લઇ અડધો સોનાનો ચેન તથા સોનાનુ પેન્ડલ આશરે દોઢેક તોલા સોનાનુ કિ.રૂ.75 હજારની કિંમતના દાગીના ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે વૃદ્ધાએ બુમાબુમ કરી હતી જોકે આરોપી તમામની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વૃદ્ધાની ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવી કેમેરાના આધારે આરોપીની શૉધખોડ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW