HomeGujaratસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની 2 વિદ્યાર્થિનીઓને ગોલ્ડ મેડલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની 2 વિદ્યાર્થિનીઓને ગોલ્ડ મેડલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬માં પદવીદાન સમારંભમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની 2 વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની તમામ કોલેજના વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને ગોલ્ડમેડલ તેના નામે કર્યો છે.

આ સાથે મોરબીમાં સૌથી વધુ મેડલ પણ કોલેજે તેના નામે કર્યા છે.નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની ધરોડીયા સપનાએ કેમેસ્ટ્રી વિષયમાં અને ભાડજા દિપાલીએ બોટની વિષયમાં યુનિવર્સિટીની તમામ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હાથે ગોલ્ડ મેડલ હાંસલ કરી સર્વોચ્ચ સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેમની આ સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપકોઈ અભિનંદન પાઠવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW