અમદાવાદ જિલ્લાના ધંધુકામાં માલધારી સમાજના યુવાનની સોશ્યલ મીડિયામાં મેસેજ મુદે 2 શખ્સ દ્વારા ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી આ બનાવનો રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તા 31મી ના રોજ સવારે 11 વાગ્યે દરબારગઢથી કલેકટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવાંમાં આવ્યું છે.રેલી બાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે જેમાં હિન્દુ માલધારી યુવાન કિશનભાઈ શિવાભાઈ બોળીયાની ઘાતકી હત્યા કરનાર તેમજ તેમની હત્હયા સાથે જોડાયેલ તમામ આરોપીઓને ઝડપથી પકડીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા આપવામાં આવે તતેવી ઉગ્માર રજૂઆત કરવમાં આવશે

