ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામમાં તાજેતરમાં કિશનભાઇ શીવાભાઈ બોળીયા ની અસામાજીક તત્વો નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદના સમસ્ત હિન્દુ સમાજ વખોડે છે

અને આવા જેહાદી માનસિકતા ધરાવતા તો તત્વો દ્વારા નાની નાની બાબતોમાં ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે ત્યારે હળવદના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દૂ સમાજના આગેવાનોએ આ બાબતે મામલતદારને આવેદન પત્ર આપી આ ઘટનામાં સીએમ.ભુપેન્દ્ર પટેલ હસ્તક્ષેપ કરે અને ઘટનાને અંજામ આપનાર તેમજ આ પડયંત્ર ની રચના કરનાર તમામ આરોપીઓ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ને ઝડપથી ચલાવી અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી છે.આ ઉપરાંત કાર્યકરોએ રામધુન બોલાવી તેમજ બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી.
અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 27, 2022
હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.
અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખસોએ કરેલી હત્યા કેસમાં કુલ 11 શખ્સોની અટકાયત કરાઈ છે. જ્યારે બે શંકાસ્પદોની ધરપકડ થઈ છે. પણ હવે આ ઘટનાના પડધા સૌરાષ્ટ્રમાં પડ્યા છે. બોટાદના રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને આ ઘટનાનો વિરોધ કર્યો છે. હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

એક એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના પરિવારની મુલાકાત લઈ શકે છે. હવે સૌથી મોટો ખુલાસો આ મામલે થયો છે કે, કિશન બોળિયા-ભરવાડની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીનું ક્નેક્શન સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપવા માટેના હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યા હોવાની વિગત મળી છે. એક ચોક્કસ ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હત્યારાઓને પકડવા માટે પોલીસે જુદી જુદી સાતેક જેટલી ટીમ તૈયાર કરીને તપાસ શરૂ કરી દીધી છે. હવે આ કેસમાં મોટા ખુલાસા થાય એવી પૂરી શક્યતાઓ છે. અમદાવાદ રેન્જ આઈજી વી.ચંદ્રશેખરે કહ્યું હતું કે આજે સવારથી ધંધૂકામાં માહોલ શાંત છે. વિરોધપ્રદર્શન કેટલાક લોકો કરી રહ્યા છે. જેથી SP સહિતના અધિકારીઓ તરફથી ટીમ તૈયાર કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપી ધરપકડની નજીકમાં છે જેને પકડીને જેલને હવાલે કરવામાં આવશે. પણ હવે સૌરાષ્ટ્રમાં આ ઘટનાના પડઘા પડતા બોટાદના રાણપુરમાં વેપારીઓએ બંધ પાડ્યો છે.

