આર્થિક મોરચાને પણ મસમોટા ફટકા આપી રહી છે. કારણ કે કોરોનાના કેસ વધવાના કારણે તેને કાબમાં લેવા સરકારો વિવિધ ગતિવિઘી પર પ્રતિબંધ મૂકી રહી છે. કેટલાક શહેરોમાં પૂર્ણ કરફ્યુ છે તો ઘણા શહેરમાં રાત્રી કરફ્યુ આ ઉપરાંત રાજકીય સમાજિક રેલીઓ સભાઓ મેળાવડા પર પ્રતિબંધ લાગી ચુક્યા છે.લગ્ન પ્રસંગ અને અન્ય સામાજિક પ્રસંગમાં પણ મર્યાદિત લોકોની હાજરી નકકી થતા અનેક પરિવારોએ હાલ પૂરતા લગ્નો અને અન્ય પ્રસંગ મુલતવી રાખ્યા છે. અથવા ખૂબ ઓછા લોકોની હાજરીમાં થઈ રહ્યા છે. આમ અલગ અલગ પ્રકારના પ્રતિબંધની અસર મોરબીના ઘડિયાળ અને ગિફટ આર્ટિકલ ઉધોગને પડી રહી છે. કોરોનાની ત્રણેય લહેરમાં આ ઉધોગને માઠી અસર પડી છે. કારણ કે સામાન્ય રીતે ચૂંટણીના સમયમાં અલગ અલગ રાજકીય પક્ષ દ્વારા મતદારો અને તેના કાર્યકરોને રીઝવવા પક્ષના સિમ્બોલ વાળી ઘડિયાળ, ફોટો ફ્રેમ કે અન્ય ગિફ્ટના મોટા ઓર્ડર આપતા હોય છે.હાલ એક સાથે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી હોવા છતાં આ પ્રકારના ઓર્ડર હાલ ઉધોગને મળ્યા નથી.આ ઉપરાંત લગ્ન પ્રસંગે તેમજ રિસેપ્સનમાં જતા મહેમાનો પણ નવ દંપતિને આશીર્વાદ રૂપે કોઈના કોઈ ગિફ્ટ આપતા હોય છે. પરંતુ હાલ આ પ્રકારના પ્રસંગ સ્થગિત થઈ ગયા હોવાથી આ ડિમાન્ડ પણ હાલ સુસ્ત થઈ જતા મોરબીના ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ ઉધોગને 80થી 85 ટકા સુધીનો ફટકો પડી રહ્યો છે. અગાઉપ્રથમ લેહર વખતે લોકડાઉન તેમજ બીજી લહેરમાં પણ પ્રતિબંધ લાગતા આ ઉધોગ સાવ મરણ પથારીએ પહોચી ગયો હતો. છેલ્લા 6 8 મહિનાથી ફરી ડિમાન્ડ નીકળતા ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલનું વેચાણ વધી ગયું હતું. જોકે છેલ્લા મહીનામાં ફરી ડિમાન્ડ ઘટી જતાં પ્રોડકશન ઘટાડવાની ફરજ પડી હોવાનું ઉધોગકારો જણાવી રહ્યા છે.

