HomeGujaratમોરબીમાં રવિવારે 102 દર્દી પોઝિટિવ એક્ટિવ કેસ 1695 નો આંકડો પાર

મોરબીમાં રવિવારે 102 દર્દી પોઝિટિવ એક્ટિવ કેસ 1695 નો આંકડો પાર

મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રવિવારે ઘટાડો આવ્યો હતો રવિવારે 102 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા આ 102 કેસમાં મોરબી શહેરમાં 71 અને ગ્રામ્યમાં 21 દર્દી પોઝિટિવ આવ્યા હતા.વાંકાનેર શહેરમાં 1 અને ગ્રામ્યમાં 4 હળવદ ટંકારામાં 1-1 અને માળિયામાં 3 કેસ સામે આવ્યા હતા. મોરબી જિલ્લામાં રવિવારે ટેસ્ટ પણ ઘટયા હતા રવિવારે માત્ર 1000 લોકોના જ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો.સામાન્ય દિવસોમાં તે 1700થી વધુ દર્દીઓના ટેસ્ટ કરાય છે. બીજી તરફ 90 દર્દી સ્વસ્થ સામે આવ્યા હતા. આ 90 દર્દીઓમાં મોરબીમાં 80,વાંકાનેરમાં 7,ટંકારામાં 2 અને હળવદમાં માત્ર એક દર્દી સ્વસ્થ થયા હતા. મોરબી જિલ્લામાં એક્ટિવ કેસનો આંક રવિવારે 1695 પર પહોંચી ગયો હતો
કોરોનાની ઓલઅવર સ્થિતિ જોઈએ તો 8891 લોકો પોઝીટીવ આવ્યા છે જેમાંથી 6855 દર્દી સ્વસ્થ થયા છે. જ્યારે સત્તાવાર મોતની સંખ્યા 87 જ નોંધાઇ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW