HomeGujaratસાત દીકરીઓએ પિતાની નનામીને કાંધ આપી,સ્મશાનમાં જઈ વિધિ કરી

સાત દીકરીઓએ પિતાની નનામીને કાંધ આપી,સ્મશાનમાં જઈ વિધિ કરી

પરિવારમાં જ્યારે દીકરો ન હોય ત્યારે એની ખોટ વર્તાતી હોય છે. પણ દીકરીઓ જે કામ દીકરા કરે છે એ કામને દિલથી ઊઠાવીને સમાજને એક અલગ દિશા દેખાડી રહી છે. સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં રહેતા અમૃતલાલ ભગવાનજી તેરૈયાનું 75 વર્ષની વયે અવસાન થયું હતું. અમૃતલાલને સંતાનમાં કોઈ દીકરો ન હોવાથી દીકરીએ અંતિમક્રિયા કરીને દીકરાની ફરજ અદા કરી હતી. દીકરીઓ જ પિતાને સ્મશાને લઈ જઈ તમામ વિધિ પૂરી કરી હતી.

રાજકોટ સિટીના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અમૃતલાલ ભગવાજી તેરૈયાને સંતાનમાં સાત દીકરી છે. અમૃતલાલનું અવસાન થતા દીકરાની જગ્યાએ સાત દીકરીઓએ કાંધ આપી હતી. સ્મશાન સુધી જઈને અંતિમવિધિ કરી હતી. અંતિમ સમયમાં સાતેય દીકરીઓ પોતાના પિતાનું ધ્યાન રાખતી અને કેર કરતી હતી. અમૃતલાલના પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. જેથી પિતાની તમામ જવાબદારી દીકરીએ સંભાળી હતી. આ સાતેય દીકરીઓએ ક્યારેય પિતાને એવું લાગવા નથી દીધું કે, એમને કોઈ દીકરો નથી. તમામ જવાબદારી અને ઘરના કામની જવાબદારી લઈને દીકરાની ફરજ નિભાવી હતી. સાત દીકરીઓમાં ક્રિષ્ના, રીટા, રેખા, હેતલ, અર્ચના, ભાવના તથા સેજલનો સમાવેશ થાય છે. પિતાનું અવસાન થતા દીકરીઓએ કાંધ આપીને દીકરાનું કર્મ નિભાવ્યું હતું.

જ્યારે આ વિસ્તારમાંથી એમની નનામી નીકળી ત્યારે સૌ કોઈની આંખમાં આસું આવી ગયા હતા. સાતેય દીકરીઓના લગ્ન થઈ ગયા છે અને સાસરિયામાંથી પિતાની સેવા કરવા માટે પીયરમાં એકઠી થઈ હતી. આમ તો સમાજમાં અનેક એવા રીવાજોમાં દીકરાને પ્રાધાન્ય આપવામાં આવે છે. પણ દીકરીઓએ અસાધારણ કહેવાતા કામ કરીને સમાજનો દ્રષ્ટિકોણ બદલવા માટે પ્રયાસ કર્યા છે. જોકે, રાજકોટમાં પહેલી વખત આવું ચિત્ર જોવા મળ્યું નથી. આ પહેલા પણ એક પરિવારમાંથી દીકરીઓએ કાંધ આપીને અંતિમવિધિ કરી હતી. આવું ચિત્ર સામે આવતા આસપાસના વિસ્તારમાં પણ સૌ કોઈ વિચારતા થઈ ગયા હતા. એટલું જ નહીં ઠાઠડી તૈયાર કરવાથી લઈને સ્મશાન સુધી જઈને અંતિમવિધિ કરવાની જવાબદારી અદા કરી હતી. સ્મશાનમાં પણ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. દીકરીઓ સ્મશાનમાં વિધિ પૂરી કર્યા બાદ ચોધાર આસુંએ રડી પડી હતી. જ્યારે વિસ્તારમાંથી નનામી નીકળી ત્યારે કાંધ આપતી દીકરી જોઈ સૌ કોઈ થોડા સમય માટે ચોંકી ગયા હ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW