મોરબી જીલ્લામાં દિવસ રાત વધી રહેલા કોરોનાના કેસ વધી રહ્યા છે કેસની સંખ્યા એટલી ઝડપથી વધી રહી છે કે તમામ જુના રેકોર્ડ તૂટી રહ્યા છે મોરબી જિલ્લામાં શનિવારે સૌથી વધુ 373 કેસ નવા આવ્યા છે. આ 373માં મોરબી શહેરના જ 165 અને ગ્રામ્યના 121 મળી 286 કેસ નોધાયા છે અન્ય તાલુકાની વાત કરીએ તો વાંકાનેર શહેરમાં 7 ગ્રામ્ય ૬ કેસ,હળવદ શહેરમાં 1 ગ્રામ્યમાં 19 કેસ,ટંકારામાં 39 કેસ,માળિયામાં 15 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં શનિવારે ના રોજ એક્ટિવ કેસનો આંકડો 1683નો નવો આક વટાવી ચુક્યો છે બીજી તરફ સ્વસ્થ થનારા લોકોની વાત કરીએ તો જિલ્લામાં 76 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.જેમાં મોરબીમા54 ,વાંકાનેરમાં 07 ટંકારા 06 હળવદમાં 04 અને માળીયામાં 05 દર્દી સ્વસ્થ થયા હતા. મોરબી જિલ્લામાં કોરોનાની આજ દિન સુધીની સ્થિતી જોઈએ તો 4,67,729 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાથી 8789 દર્દી પોઝિટિવ આવ્યા હતા જેમાથી 6765 દર્દી સ્વસ્થ થયા છે.

