મોરબીના 5 શખ્સ જામનગર જિલ્લાના જોડીયામાં જુગાર રમવા પહોચી ગયા હતા જોકે સ્થાનિક પોલીસ ત્યાં દરોડો પાડી રંગમાં ભંગ પાડ્યો હતો અને મોરબી પંથકના ૫ તેમજ એક જોડીયાના શખ્સને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી રોકડ રકમ મોબાઈલ બાઈક સહીત 4.24 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.]
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડીગામની વાડીમાં મોરબીના રાજપર ગામના મહેશ વલ્લભદાસ કુબાવત,ટંકારાના ઘુનડા ગામના રમેશ હરખાભાઈ કાસુન્દ્રા,સવજી લવજી માલકિયા,વીરપરના હિતેન્દ્ર જયંતિ ગામી બગથળા ગામના ઉમેશ રવજી મેરજા જુગાર રમવા ગયા હતા જ્યાં પોલીસે દરોડો પાડી વાડી માલિક મયુરસિંહ સહીત ૬ શખ્સને ઝડપી લીધા હતા.પોલીસે રૂ 2.14લાખ રોકડ,મોબાઈલ અને 4 બાઈક સહીત રૂ 4.24 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

