HomeGujaratમોરબીમાં ટ્રક ચાલકે બાઈકને હડેફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીમાં ટ્રક ચાલકે બાઈકને હડેફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીના જુના ઘૂટું રોડ વિસ્તારમાં આવેલ ગોપાલ વે બ્રીજ સામે ગત ૧૨ જાન્યુઆરીના રોજ રોહીદાસપરા વિસ્તાર નજીક ગુજરાત સોસાયટીમાં રહેતા મુળજીભાઈ દેવજીભાઈ ચૌહાણ નામના વૃદ્ઘ તેમનું જીજે 03 એફ.એમ.9721 નંબરનું બાઈક લઈને જતા હતા હતા તે દરમિયાન જીજે 11 વી 5300 નંબરના ટ્રક ચાલકે ઠોકર મારી હતી જેથી મુળજીભાઈને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.જોકે તબિયત વધુ લથડતા રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.રાજકોટની હોસ્પિટલમાં મુળજીભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે પીએસઆઈ એલ એન વાઢીયા તપાસ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW