HomeNationalઅમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર લખ્યું કે કામ બંધ છે છતાં આ...

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર લખ્યું કે કામ બંધ છે છતાં આ વસ્તુ વધે છે

કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લેતો. કોરોનાના કેસો ફરી વધી રહ્યાં છે. તો મુંબઈ સહિતના કેટલાક શહેરો અને રાજ્યોમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેની અસર શૂટિંગ ઉપર પણ પડી રહી છે. મોટાભાગની ફિલ્મોનું શુટીંગ રોકી દેવાઈ છે. તેવામાં ઘણા સ્ટાર્સ ફરીથી ઘરોમાં બંધ થઈ ગયાં છે અને અમિતાભ બચ્ચન પણ તેમાં બાકી રહ્યાં નથી. અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર ફોટો શેર કરીને લખ્યું કે તે ઘરમાં કેદ છે અને સાથે જ ઘણી વાતો પણ શેર કરી હતી.

અમિતાભ બચ્ચન હાલ તો પોતાની જિંદગી કેવી રીતે જીવી રહ્યાં છે તેને ખાસ અંદાજમાં શેર કર્યો છે. અમિતાભ બચ્ચને પોતાનો ક્લોઝઅપ ફોટો શેર કર્યો હતો. જેમાં તે ચશ્મા પહેરેલા અને ટોપી પહેરેલા નજરે આવી રહ્યાં છે. અમિતાભ બચ્ચનના આ ફોટોમાં તેની વધેલી દાઢી જોઈ શકાય છે. સાથે જ ફોટોમા મંદ મુસ્કાનની સાથે દેખાઈ રહ્યાં છે. બિગબીએ ફોટોની સાથે કેપ્શનમા મોટી વાત કરી છે. તેણે કહ્યું છે કે, કામ બામ બધુ બંધ છે માત્ર દાઢી જ વધતી જાય છે.

અમિતાભ બચ્ચનના કહેવાનો અર્થ સ્પષ્ટ છે કે તે શૂટીંગ બંધ થવાના કારણે ઘર ઉપર છે જેની અસર તેની દાઢી અને લુક ઉપર પણ જોઈ શકાય છે. 79 વર્ષના અમિતાભ બચ્ચનની પાસે આ સમયે ઘણી ફિલ્મો છે પરંતુ કોરોનાના કારણે તે ઘરે છે. અમિતાભ બચ્ચનને આ પોસ્ટ સોશયલ મીડિયા ઉપર ઝડપથી વાઈરલ થઈ રહી છે. થોડા દિવસો પહેલા તેના એક હાઉસ સ્ટાફ કોરોના પોઝિટીવ આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW