HomeNationalમહિલાએ હાથમાં લીધું સ્ટેરિંગ,ખાડીમાં ખાબકતી બસને બચાવી 24 લોકોને ઊગાર્યા

મહિલાએ હાથમાં લીધું સ્ટેરિંગ,ખાડીમાં ખાબકતી બસને બચાવી 24 લોકોને ઊગાર્યા

એક મહિલાએ પોતાની સમજદારીથી 24 લોકોના જીવ બચાવ્યા છે. મહારાષ્ટ્રના મહાનગર પૂણેમાં રસ્તા પર પુરપાટ વેગથી દોડી રહેલી બસના ડ્રાઈવરને અચાનક દિમાગનું સંતુલન ખોરવાઈ ગયુ અને શરીર નબળું પડવા લાગ્યું. જેની માઠી અસર હાથ અને પગ પર જોવા મળે છે. થોડા સમયમાં તે બેહોશ થવા લાગ્યો હતો. એ સમયે ખાડી તરફ પુરપાટ વેગ સાથે જઈ રહેલી બસને ખાડીમાં પડતા એક મહિલાએ બચાવી લીધી હતી.

Pune News | बस चलाते समय ड्राइवर की बिगड़ी तबीयत, महिला ने थामी बस की

બેકાબુ બનતી બસને એક મહિલાએ સ્ફૂર્તિ સાથે બચાવી હતી. મહિલાએ બસનું સ્ટેરિંગ હાથમાં લઈને બસ પર કાબુ મેળવ્યો હતો. આમ બસમાં બેઠેલા 24 લોકોના જીવ બચી ગયા હતા. આ મહિલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે બસ ચલાવી રહી છે. આ મહિલાનું નામ યોગીતા ધર્મેન્દ્ર સાતવ છે. જે મૂળ પૂણેની રહેવાસી છે. યોગીતાએ ન માત્ર બસમાં બેઠેલા પ્રવાસીઓના જીવ બચાવ્યા પણ ડ્રાઈવરને પણ હોસ્પિટલ પહોંચાડીને એની પણ સારવાર કરાવી છે. આ ઉપરાંત દરેક પ્રવાસીને એના સ્થળ સુધી પહોંચાડ્યા હતા. યોગીતાએ કહ્યું કે, મને કાર ચલાવતા આવડે છે. પણ મેં ક્યારેય બસ ચલાવી નથી. બસ ડ્રાઈવર અને અન્ય પ્રવાસીઓના જીવ જોખમમાં હોવાનું જણાતા મેં ડ્રાઈવરને સાઈડમાં કર્યો પછી બસનું સ્ટેરિંગ હાથમાં લીધું. પછી બીજા પ્રવાસીઓને એના સ્થળ સુધી સુરક્ષિત પહોંચાડી દીધા. પૂણેના વાઘોલીની 23 મહિલાઓની ટુકડી તા.7 જાન્યુઆરીના રોજ શિરૂર તાલુકાના મોરાચી ચિંચોલી ગામે ફરવા માટે ગઈ હતી. એ સમયે આ ઘટના બની હતી. આવી સ્થિતિમાં જે રીતે યોગીતાએ બસ પર કાબૂ મેળવી લોકોના જીવ બચાવ્યા હતા.

સોશિયલ મીડિયા જ નહીં પૂણેમાં પણ આ મહિલાના લોકો વખાણ કરી રહ્યા છે. યોગીતાએ બસ આગળના ગામ સુધી હંકારી દીધી હતી. એટલું જ નહીં ખાનગી હોસ્પિટલમાં ડ્રાઈવરનો ઈલાજ પણ કરાવ્યો હતો. હાલમાં ડ્રાઈવરની સ્થિતિ સારી છે. યોગીતાએ કહ્યું 10 કિમી સુધી બસ હંકારીને તમામ પ્રવાસીઓને એના સ્થળ સુધી પહોંચાડી દીધા છે. વાઘોલી ગામના સરપંચ જયશ્રી સાતવ પાટીલે પોતાની ટીમ સાથે યોગીતાનું સન્માન કર્યું છે. જયશ્રીએ કહ્યું કે ફોર વ્હીલ તો ઘણી મહિલાઓ ચલાવે છે પણ ગંભીર સ્થિતિમાં બસ ચલાવવાનું જે કામ યોગીતાએ કર્યું એ પ્રશંસનીય છે. આ એક હિંમતભર્યું કામ છે. તેમણે સાબિત કર્યું છે કે, મહિલાઓ કોઈ પણ સ્થિતિમાં મજબુત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW