હળવદ તાલુકાના સુરવદર ગામના વતની અને અજીતગઢમાં રહેતા રાહુલ પ્રવીણભાઈ ડાંગર અને તેમના પત્ની મિતલબેન રાહુલભાઈ ડાંગર વહેલી સવારે તેમની જીજે 36 આર 7902 નંબરની કારમાં અજીતગઢથી માળિયાના મંદરકી ગામમાં સામાજિક પ્રસંગે કેનાલના રસ્તેથી જઈ શનિવારે વહેલી સવારે નવ દંપતી જઈ રહ્યા હતા તે દરમીયાન તેમની કાર કોઈ કારણસર બેકાબુ બની ગઈ હતી અને સીધી કેનાલમાં ખાબકી હતી હાલ શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. હોવાથી પાણીથી ભરપુર હતું. આ પાણીમાં કાર ડૂબવા લાગી હતી દંપતીએ બચવાનો પ્રયાસ કર્યો હતો અને કારના કાચ તોડી બોનેટ પર ચઢી બચવાનો પ્રયાસ કર્યો હતો

બનાવની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તેમજ સ્થાનિક તરવૈયાની મદદથી દંપતીને બચવવા કોશિશ કરી હતી જોકે બન્નેને બચાવી શકાયા ન હતા પ્રથમ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવમાં પરણીતા મીતલબેનનો મૃતદેહ મળ્યો હતો.બાદમાં રાહુલભાઈનો પણ મૃતદેહ મળતા ડાંગર પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પુત્ર અને પુત્રવધુના મૃતદેહને જોઈ પરિવારજનોમાં કરુણ આક્રંદ છવાઈ ગયો હતો બનાવની જાણ થતા માળિયા મિયાણા પોલીસના પીએસઆઈ ચુડાસમાં ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ ર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

