HomeGujaratમોરબીના પાર્ટી પ્લોટમાં આગ ભભુકી ઉઠી, સદનસીબે જાનહાની નહી

મોરબીના પાર્ટી પ્લોટમાં આગ ભભુકી ઉઠી, સદનસીબે જાનહાની નહી

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રાધે પાર્ટી પ્લોટમાં બુધવારે વહેલી સવારે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી જેના કારણે કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી બનાવ અંગે ફાયરની ટીમને જાણ કરતા મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને માત્ર 20 મીનીટમાં આગ પર પાણી મારો ચલાવી કાબુમાં લીધી હતી

તો અન્ય એક બનાવ મોરબીના સરતાન પર રોડ પર આવેલ સંસ્કાર સિરામિકના પાર્કિગ વિસ્તારમાં પાર્ક કરેલ આરજી 10 જીબી 0424 નંબરના એક ટ્રકમાં અચાનક કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરની દ્વારા પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બન્ને બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW