HomeGujaratહળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા કોરોના પોઝિટિવ

હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા કોરોના પોઝિટિવ

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. આ લહેરમાં નાના બાળકૉથી લઈ મોટી ઉંમરના વૃદ્ધ પણ પોઝિટિવ આવી રહ્યા છે. સાથે હવે રાજકીય આગેવાનો પણ ફરી કોરોનાની ઝપટે ચઢી રહ્યા છે. ત્યારે આ વધતા આંકડા વચ્ચે હળવદ ધારાસભ્ય પરસોતમ સાબરીયા પણ કોરોના પોઝિટિવ આવ્યા ધારાસભ્ય સાબરીયાને છેલ્લા બે દિવસથી શરદી-તાવ થયા બાદ ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા હાલ હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે ધારાસભ્ય સબરીયાએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં કોરોના વળગ્યો છે.

બે દિવસ પહેલા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે મળેલી રીવ્યુ બેઠકમાં હાજર રહ્યા હતા આ દરમિયાન અધિકારીઓ અને અન્ય આગેવાનોના પણ સંમ્પર્કમાં આવ્યા હતા. હાલમાં ધારાસભ્ય સાબરીયા હોમ આઇસોલેટ થયા છે અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને પણ હોમ કોરેન્ટાઇન થવા તેઓએ અપીલ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW